Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની સરકારી શાળાના દિવ્‍યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય વિતરણ કરાઈ   

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.30: સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્‍ય, ગાંધીનગરના આયોજન હેઠળ સમગ્ર શિક્ષા વલસાડ આઈ.ઈ.ડી. યુનિટ અંતર્ગત તા.27/8/2024 થી 29/8/2024 ત્રણ દિવસ સુધી બી.આર.સી ભવન ધરમપુર, વાપી અને વલસાડ ખાતે સરકારી પ્રાથમિક માધ્‍યમિક શાળામાં અભ્‍યાસ કરતા દિવ્‍યાંગ વિદ્યાર્થીઓ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવાના માર્ગદર્શન અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.અર્જુનભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં સાધન સહાય વિતરણ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યુંહતું.જેમાં 292 જેટલા વિદ્યાર્થીઓને તેમની જરૂરિયાતને ધ્‍યાને લઈ ADL KIT, TLM KIT, વ્‍હીલચેર, સી.પી ચેર, કેલીપર્સ, રોલેટર, સ્‍માર્ટકેન, હિયરીંગ એઈડ જેવા વિવિધ સાધનો અંદાજીત રૂા. 25,64,000 ના સાધનોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. જિલ્લા આઈઈડી કો.ઓ, તમામ તાલુકાના બી.આર.સી કો-ઓર્ડિનેટર તથા સ્‍પેશિયલ એજ્‍યુકેટર અને ટીચર દ્વારા કાર્યક્રમને સફળ બનાવામાં આવ્‍યો હતો.

Related posts

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણી લગભગ માત્ર ઔપચારિકઃ દમણ-દીવ બેઠક માટે ચાલી રહેલો તેજ ગતિથી અંડરકરંટ

vartmanpravah

વલસાડ ખેરગામ રોડ ઉપર બે બાઈક ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત : એકનું મોત બે ઘાયલ

vartmanpravah

સરીગામની કોરોમંડલ કંપનીએ પાલિ કરમબેલીની પ્રયોગશાળામાં ઉપકરણોની કરેલી મદદ

vartmanpravah

ભીલાડ ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત તિરંગા યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં 100 દિવસમાં ખેડૂતો પાસે 110.38 કિવન્‍ટલ બીજ ખરીદીનો 100 ટકા લક્ષ્યાંક સિધ્‍ધ, 3 ખેડૂતોને રૂા.171089 ચૂકવાયા

vartmanpravah

વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતના દરિયાઈ ઉત્પાદનોની નિકાસ રૂ. ૫૭,૫૮૬.૪૮ કરોડના ઉચ્ચસ્તરે પહોંચી

vartmanpravah

Leave a Comment