September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં આરટીઓ દ્વારા એક માસમાં નિયમનો ભંગ કરતા 1677 વાહનોને રૂ. 58 લાખનો દંડ ફટકારાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: વલસાડ આર.ટી.ઓ. કચેરી દ્વારા જિલ્લામાં તા.26/07/2024 થી તા.25/08/2024 સુધી એક મહિનામાં સ્‍પેશિયલ ચેકિંગ ડ્રાઇવ રાખવામાં આવી હતી, જેમાં ડમ્‍પર, ટ્રક, બસ, રિક્ષા, બાઈક તથા સ્‍કૂટર જેવા વાહનોને પૂરપાટ ઝડપે ચલાવવા, વાહનની ક્ષમતા કરતા વધુ પેસેન્‍જરો બેસાડવા, રોંગ લેન ઉપર ચાલતા ટ્રક ચાલકો તથા વાહનમાં પરમીટ વગર, વીમા વગર, ફીટનેસ વગર તથા ઓવર સ્‍પીડમાં વાહન ચલાવવું, ગેરકાયદેસર પાર્કિંગ કરવું, રોંગ સાઈડમાં વાહન ચલાવવું તેમજ મોટર વાહન અધિનિયમ 1988 અને તેના હેઠળના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત કુલ 1677 વાહનોને કુલ રૂા. 58,28,331, જેટલો દંડ ફટકારવામાં આવ્‍યો હતો. જેમાં મુખ્‍યત્‍વે ઓવર સ્‍પિડીંગના 260 કેસમાં રૂા. 598500, વીમા વગરના 274 કેસમાં રૂા. 548000 અને રોંગ લેન ડ્રાઈવિંગના 42 કેસમાં રૂા. 168700નો દંડ નોંધનીય હતો.

Related posts

દમણથી ગીર સોમનાથ દારૂ હેરાફેરી કરતી કારને પારડી હાઈવેથી એલસીબીએ ઝડપી

vartmanpravah

થાણેના સ્‍વાનંદ બાબા આશ્રમમાં આયોજિત હોળી મિલન સમારોહમાં વિપુલ સિંહે પ્રેમની હોળી રમી

vartmanpravah

વલસાડમાં “પેડલ ફોર ધ પ્લેનેટ” ના સંદેશ સાથે WWF દ્વારા તા. ૨૫ માર્ચે સાયક્લોથોન યોજાશે

vartmanpravah

વલસાડ પારસી અંજુમન ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ.રતન ટાટાને શ્રદ્ધાંજલી અપાઈ

vartmanpravah

દાનહમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા-2023′ પખવાડા અંતર્ગત દમણમાં ‘સફાઈ મિત્ર સુરક્ષા શિબિર’નું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment