October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પિતાએ ઠપકો આપતા ઘર છોડી ગયેલી વલસાડની યુવતીને અભયમની ટીમે પરત માતા પિતાને સોંપી

અજાણ્‍યા રાહદારીએ યુવતી સાથે દુઃખદ ઘટના બને તે પહેલા 181 પર કોલ કરી સતર્કતા દાખવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: વલસાડ તાલુકાના એક ગામમાં રહેતી 27 વર્ષીય યુવતીને એક અજાણ્‍યા રાહદારીએ રસ્‍તા ઉપર નિઃસહાય અને દુઃખી હાલતમાં બેઠેલી જોઈ હતી. આ યુવતી સાથે કોઈ દુઃખદ ઘટના ન બને તેથી રાહદારીએ મદદ માટે 181 અભયમ મહિલા હેલ્‍પલાઈન પર કોલ કર્યો હતો. જેથી અભયમની ટીમે સ્‍થળ પર પહોંચી કાઉન્‍સેલિંગ કરતા યુવતીએ તેનું નામ સરનામું જણાવી દુઃખવ્‍યક્‍ત કર્યુ કે, મારી ઉંમર 27 વર્ષની થઈ ગઈ છે પરંતુ હજુ સુધી લગ્ન થયા નથી. પિતા કડક સ્‍વભાવના હોવાથી નાનો મોટો ઠપકો આપતા રહે છે. આજે પણ ઝગડો કર્યો હતો જેથી મન દુઃખ થતા પોતે ઘર છોડી નીકળી આવી હતી. અભયમની ટીમે સમજાવતા કહ્યું કે, ઘર છોડી નીકળી જવાથી કોઈ પણ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે જેથી યુવતીને તેના સરનામે લઈ જઈ માતા પિતાને સોંપી હતી અને માતા પિતાને પણ પોતાની દીકરીને સમજવા માટે કાઉન્‍સેલિંગ કરવામાં આવ્‍યું હતું. આમ, 181 અભયમ મહિલા હેલ્‍પલાઈન ટીમ દ્વારા યુવતીને સુરક્ષિત તેના માતા-પિતાને સોંપવામાં આવી હતી.
-000-

Related posts

દાદરા નગર હવેલીમાં ક્રિકેટના નામે ઉઘરાણી કરવા સંદર્ભે કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

વાપી નોટિફાઈડ વિસ્‍તારને રૂા. 35 કરોડના ખર્ચે સુંદર અને હરિયાળો બનાવાશેઃ કનુભાઈ દેસાઈ

vartmanpravah

દાદરામાં બેરોકટોક ચાલી રહ્યો છે ઓઇલ, પેલેટ્‍સ અને યાર્નની ચોરીનો કારોબાર

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે ઉપર ફિલ્‍મી ઢબે પોલીસે કારનો પીછો કરી લાખોનો ગાંજો ભરેલી કાર ઝડપી

vartmanpravah

ખેલ અને યુવા વિભાગ સેલવાસ દ્વારા ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ-2022 : મધ્‍યપ્રદેશમાં ભાગ લેવા વાઈલ્‍ડ કાર્ડ એન્‍ટ્રી નામાંકન માટે જિલ્લા સ્‍તરીય પસંદગીનું કરાયેલું આયોજન

vartmanpravah

ધરમપુરના આંબોસી ભવઠાણમાં બાઈક અડફેટે મહિલાનું મોત

vartmanpravah

Leave a Comment