ઉપકરણો ખરાબ થઈ રહ્યા છે. સી.સી.ટી.વી. બંધ રહેતા ચોરીના બનાવો વધવાનો ભય
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: વાપી-ચલા, તેમજ નામધા-ચંડોર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર દિવસમાં ચારથી પાંચ વખત વીજળી કાપ, વીજળી ગુલ થતી સમસ્યાનો ત્વરીત ઉકેલ લાવવા માટે કોંગ્રેસ કાર્યકરોએ વીજ કંપનીના અધિકારીઓને લેખિત ફરિયાદ કરી હતી.
ચાલુ વર્ષે ચોમાસામાં વાપી ચલા વેસ્ટ, કબ્રસ્તાન રોડ, ઝંડાચોક, દેસાઈવાડ સહિત નામધા-ચંડોર વિસ્તારમાં દિવસ-રાત દરમિયાન કલાકો વીજ કાપ વીજ કંપની દ્વારા કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની સમસ્યા સહિત સોસાયટીના સી.સી.ટી.વી. કેમેરા બંધ રહેતા હોવાથી ચોરી થવાના બનાવો વધી શકે છે. વીજ સમસ્યાનો ભોગ બનેલ વાપી-ચલા, નામધા-ચંડોર જેવા વિસ્તારોમાં વીજ પુરવઠો નિયમિત કરવા વીજ સમસ્યાના ઉકેલ માટે કોંગ્રેસ કાર્યકરોએ વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરીયાદ કરી રજૂઆત કરી છે. જોવું એ રહેશે કે વીજ કંપની જેની નોંધ કેટલી ગંભીરતાથી લે છે? રજૂઆતકર્તાઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે વીજ મંત્રીના વિસ્તારમાં વીજળીની સમસ્યા રહે છે તો અન્ય શહેરોની શું હાલત હશે.