December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકાની બાળકીઓને સાયકલ, સ્‍કૂલ બેગ, નોટબુક, સેનિટરી પેડનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.20: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના છેવાડાના ગામડાઓમાં રહેતી અને ઘરેથી શાળાનું 7 કિમીનું અંતર રોજ પગપાળા ચાલીને જતી બાળકીઓ શિક્ષણથી વંચિત ન રહે અને ભણી ગણીને આગળ વધે તેવા ઉદેશ્‍ય સાથે પ્રથમ સંસ્‍થા દ્વારા એજ્‍યુકેશન સ્‍પોન્‍સરશિપ અંતર્ગત ધો.7 થી 12ની 25 બાળકીઓને સાયકલ, સ્‍કૂલબેગ, નોટબુક, સેનિટરી પેડ વગેરેનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ સહાય મળવાથી વિદ્યાર્થીનીઓના જીવનમાં ખુશી છવાઈ હતી અને સંસ્‍થાનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તાલુકા શિક્ષણ અધિકારી પ્રિતીબેન, પ્રથમ (ષ્ટણૂરુણૂ)સંસ્‍થાના ડિરેક્‍ટર કિશોર ભામરે, બી.આર. સી. સંજયભાઈ અને તાલુકા પંચાયત કચેરીના સુનિલ વસાવા હાજર રહ્યા હતા. પ્રથમ કાઉન્‍સિલ ફોર વલ્‍નરેબલ ચિલ્‍ડ્રન (ભ્‍ઘ્‍સ્‍ઘ્‍) એ પ્રથમની બાળ અધિકારો અને સુરક્ષા પાંખ તરીકે સેવા આપે છે, જેની સ્‍થાપના વર્ષ2000 માં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્‍ય ‘‘દરેક બાળકના અધિકારો સુરક્ષિત, શાળામાં દરેક બાળક અને સારી રીતે શીખે છે.” શરૂઆતમાં ભ્‍ઘ્‍સ્‍ઘ્‍ એ મુંબઈના શહેરી ઝૂંપડપટ્ટીના સમુદાયોમાં આઉટરીચ પ્રોગ્રામ તરીકે શરૂ કર્યું હતું, જે શાળાની બહાર અને કામ કરતા બાળકોની સુરક્ષા અને શિક્ષણ સાથે જોડવાનું અને સમુદાયોના બાળકોની જરૂરિયાતોને પ્રતિભાવ આપે છે. આજે, ભ્‍ઘ્‍સ્‍ઘ્‍ એ બાળ મજૂરો સાથે કામ કરવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરતી સંસ્‍થામાંથી, અધિકાર-આધારિત અને સંસાધન સંસ્‍થા તરીકે વિકસિત થઈ છે, જે બાળકોના સંરક્ષણ અને અધિકારોની સુરક્ષા પર કામ કરે છે.
પ્રથમ કાઉન્‍સીલ ફોર વલ્‍નરેબલ ચિલ્‍ડ્રન (ભ્‍ઘ્‍સ્‍ઘ્‍) હાલમાં વલસાડમાં શિક્ષણ કેન્‍દ્રો ચલાવી રહ્યા છે અને કપરાડા ખાતે બાળ અધિકાર અને બાળ સુરક્ષા માટે કાર્યરત છે, બાળકો માટે કેન્‍દ્રો જેમાં બાળકોના શિક્ષણ, સુરક્ષા, અને અધિકારો તેમજ બાળકોના વિકાસ પર કામ કારવામાં આવી રહ્યું છે. તેમજ કપરાડા ખાતે પણ બાળ અધિકારો પર કામ કરી રહી છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવા માટે પ્રથમ સંસ્‍થાની ટીમ અને શિક્ષણની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related posts

સેલવાસના બાવિસા ફળિયામાં ઘરમાં આગ લાગતા એક યુવતી દાઝી જતાં આઈ.સી.યુ.માં સારવાર હેઠળ

vartmanpravah

વલસાડ લોકસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો: 210704 મતથી ધવલ પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

દમણમાં 69મા વન્‍યજીવ સપ્તાહની ઉત્‍સાહભેર થઈ રહેલી ઉજવણીઃ વૃક્ષારોપણ અને જમ્‍પોર બીચની સ્‍વચ્‍છતા પણ કરાઈ: આજે શાળાના વિદ્યાર્થીઓની રેલી અને વન ભોજનનું આયોજન

vartmanpravah

મનના અંધારાને દૂર કરવાનો તહેવાર એટલે દિવાળીઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ: સંઘપ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા યોજાયેલો દિપાવલી સ્‍નેહ મિલન સમારંભ

vartmanpravah

ચીખલી પંથકમાં અષાઢી બીજના દિવસે બે ઈંચથી વધુ વરસાદ પડતાં ઠેરઠેર પાણી જ પાણી

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં આન બાન અને શાનથી કરાયેલી 76મા સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી

vartmanpravah

Leave a Comment