હિન્દુ કર્મચારીઓને વેતનમાં ભેદભાવ રાખવામાં આવતો હોવાની જિલ્લા કલેક્ટરને રજૂઆત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15
વાપી આશાધામ સ્કૂલ વધુ એક વાર વિવાદમાં આવી છે. સ્કૂલ સ્ટાફનો પગાર આપવામાં ભેદભાવ રાખવામાં આવે છે તેથી સમાન વેતન સમાન હક્ક માટે કર્મચારીઓએ કલેક્ટરને આજે આવેદનપત્ર આપી માંગણી કરી હતી.
વાપીમાં કાર્યરત આશાધામ સ્કૂલ કોઈના કોઈ મામલે ભૂતકાળમાં પણ વિવાદિતરહી છે. વિવાદો વચ્ચે આજે વધુ એક વિવાદ વલસાડ કલેક્ટરના દરબારમાં પહોંચ્યો છે. વાપીની આશાધામ સ્કૂલમાં સંચાલકો દ્વારા કર્મચારીઓના પગારમાં ભેદભાવ રાખવામાં આવે છે. શૈક્ષણિક કે બિનશૈક્ષણિક હિંદુ કર્મચારીઓને વેતન ઓછુ આપવામાં આવી રહ્યું છે તેથી ભોગ બની રહેલા હિંદુ કર્મચારીઓએ આજે વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સમાન વેતન હક્ક સંચાલકો આપે તેવી માંગણી કરી હતી. આશાધામ સ્કૂલ અનેક વખત કોઈના કોઈ વિવાદોમાં આવતી રહી છે. તેમાં આજે વધુ એક વિવાદ કર્મચારીઓ થકી જોવા મળ્યો હતો. ક્યારેક સ્કૂલ ફેસ્ટીવલ, ખાસ કરીને મિશનરી પ્રવૃત્તિઓ ચલાવાઈ રહ્યા હોવાના વિવાદો આશાધામ સ્કૂલમાં અવાર-નવાર ઉદ્દભવતા જોવા મળેલા છે. તે પૈકી આજે વધુ એક વિવાદ ઉભો થવા પામેલ છે ત્યારે જિલ્લા અને રાજ્યની મિશનરી ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળાઓમાં હિંદુ પરિવાર કર્મચારીઓને થતો અન્યાય અટકાવવા ન્યાયિક તપાસની આવેદનપત્ર દ્વારા માંગ કરવામાં આવી છે.