Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નિરંકારી સતગુરુની શિક્ષાઓથી પ્રેરણા લઈ 304 નિરંકારી ભક્‍તોએ ભિલાડમાં કર્યું રક્‍તદાન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: નિરંકારી સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજના દૈવી ઉપદેશોની પ્રેરણાથી 304 નિરંકારી ભક્‍તોએ ભિલાડમાં રક્‍તદાન કર્યું. નિરંકારી મિશનની ભિલાડ શાખામાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્‍ડેશનના નેજા હેઠળ 01 સપ્‍ટેમ્‍બર, રવિવારના રોજ સંત નિરંકારી સત્‍સંગ ભવન (તલવાડા) ખાતે આયોજિત રક્‍તદાન શિબિરમાં જી.એમ.આઈ.આર. એસ. મેડિકલ કોલેજ અને હોસ્‍પિટલે 132 યુનિટ રક્‍ત એકત્ર કર્યું, અને વલસાડ રક્‍તદાન કેન્‍દ્રે 172 યુનિટ રક્‍ત એકત્ર કર્યું.
ઉલ્લેખનીય છે કે, સંત નિરંકારી મિશન સુરત ઝોન સતત રક્‍તદાન શિબિરોનું આયોજન કરીને શહેરમાં રક્‍તની અછતને દૂર કરવા અથાત પ્રયાસો કરી રહ્યું છે.
આ રક્‍તદાન શિબિરનું ઉદઘાટન દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી ઓમકારસિંહ દ્વારા કરવામાં આવ્‍યું. તેમણે જણાવ્‍યું કે, નિરંકારી સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજના દિવ્‍ય ઉપદેશોને કારણે નિરંકારી ભક્‍તોમાં માનવ સેવાની ભાવના પ્રબળ બની છે જેના કારણે તેઓ નરસેવા નારાયણપૂજાની ભાવનાથી રક્‍તદાનમાં સતત યોગદાન આપી રહ્યા છે.
ઉમરગામ તાલુકાના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર તથા તેમની ટીમે આ શિબિરની સૌજન્‍ય મુલાકાત લીધી હતી અને મિશનની પ્રશંસા કરી હતી. તેમજ ઘનોલી અને તલવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી સવિતાબેન વાડકર, સરીગામના યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી રાકેશભાઈ રાય પણ ઉપસ્‍થિતિ રહી હતી.
આ અવસરે સો.વેલ્‍ફેર કોર્ડિનેટર, ઉમરગામ સેક્‍ટરના સયોજક, તથા ભિલાડ શાખાના મુખી અને સેવાદળના અધિકારીઓએ રક્‍તદાન શિબિરમાં ઉપસ્‍થિત રક્‍તદાતાઓ સહિત તબીબ અને રક્‍ત અકત્રિત ડૉકટર તેમજ તેમની ટીમ અને તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસથી 2 ઓક્‍ટો. સુધી દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ સેવા પખવાડા તરીકે ઉજવશે

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’નું કરાયેલું સમાપન

vartmanpravah

ગુજરાત-મહારાષ્‍ટ્ર સરહદ ઉપર માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના અતિથિ ગૃહના નિર્માણનો આરંભ

vartmanpravah

‘વિશ્વ આદિવાસી અધિકાર દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા આદિવાસી સમાજે પદયાત્રા કાઢી પોતાના અધિકાર માટે બતાવેલી જાગૃતિ

vartmanpravah

ધરમપુરના દુલસાડ ગામે વરસાદથી મકાન તુટી પડયું: કાટમાળમાં દબાઈ જતા 75 વર્ષિય વૃદ્ધાનું મોત

vartmanpravah

પ્રધાનમંત્રી કિસાન સન્માાનનિધિ યોજના e–KYC અને આધાર સીડિંગ ફરજિયાત

vartmanpravah

Leave a Comment