Vartman Pravah
સેલવાસ

દાનહઃ કરાડ ગામે ઉમા કાબરા વેદ વિદ્યાલયનું ઉદ્ઘાટન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. ૦૨
દાનહના કરાડ ગામે આવેલ આર.આર.કેબલ કંપનીમાં સિદ્ધપ્રદ હનુમાન મંદિર ખાતે મહર્ષિ સાંદિપની રાષ્ટ્રીય વેદવિદ્યા પ્રતિષ્ઠાન ઉજ્જૈન અને મહર્ષિ વેદ વ્યાસ પ્રતિષ્ઠાન પુણે દ્વારા માન્યતા પ્રા ઉમા કાબરા વેદ વિદ્યાલય શુક્લ યજુર્વેદ અને શ્રીમદભગવદ ગીતા પ્રશિક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કંપનીના જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટર શ્રી મહેન્દ્ર કાબરાના પરિવારની ઉપસ્થિતીમાં ઉદ્ઘાટન કરવામા આવ્યુ હતુ.
શ્રી મહેન્દ્ર કાબરાઍ જણાવ્યું હતું કે, સંસ્કૃત ભાષા સાથે ભાગવત ગીતાના જ્ઞાન આ વિદ્યાલયમા આપવામા આપવામા આવશે. હિન્દુ સંસ્કૃતિમા સંસ્કૃતનું મહત્વ ઘણુ હોવાને કારણે વિદ્યાર્થીઓને વૈદિક જ્ઞાન આપવાનો પ્રયાસ કરવામા આવશે. હાલમાં પાંચ વિદ્યાર્થીઓથી વિદ્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે.
ભવિષ્યમા વધુ બાળકોને જ્ઞાન આપવામા આવશે. આ સ્કૂલ ધીમે ધીમે ઍક નવી ઊંચાઈઍ પહોંચશે. આ વિદ્યાલયમા રહેવા માટે છાત્રાવાસનું પણ આયોજન કરવામા આવ્યુ છે. જેમાં હાલે વડોદરાના ૫ જેટલા વિદ્યાર્થીઓ રહીને આ સ્કૂલમા અભ્યાસ કરશે.ઓનલાઇન શિક્ષણને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટરની પણ વ્યવસ્થા રાખવામા આવી છે. આ અવસરે કંપનીના ગોપાલ લાખોટિયા ઉર્ફે મામાજી, શ્રી વિજય કંડલગાંવકર, શ્રી જિજ્ઞેશભાઈ દેસાઈ, શ્રી સુરેશ અસાવા, શ્રી ગિરીશ પાંડા તેમજ પ્રબંધકો ઉપસ્થિત રહ્ના હતા.

Related posts

શિક્ષણ સચિવ, અંકિતા આંનદ અને શિક્ષણ નિયામક નિલેશ ગુરવના માર્ગદર્શન સંઘપ્રદેશ થ્રીડી શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા અંતર્ગત દિવ્‍યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ઉમરકુઈથી લાકડા ભરેલો ટેમ્‍પો જપ્ત કરાયો

vartmanpravah

દાદરાની શ્રીમતી એમ.જી. લુણાવત શાળામાં કુપોષણ નિવારણ સેમિનાર યોજાયો

vartmanpravah

ખાનવેલ ખાતે વન વિભાગે વાયરલ વીડિયોના માધ્‍યમથી ખેરના લાકડાના તસ્‍કરને મુદ્દામાલ સહિત ઝડપી પાડયો

vartmanpravah

સેલવાસ પોલીસ દ્વારા મોબાઈલ ચોરીના આરોપીને ચોવીસ કલાકમાં જ ઝડપી પાડયા

vartmanpravah

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

Leave a Comment