(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.14: કાર્યક્રમની શરૂઆત માતા સરસ્વતીની પ્રાર્થના સાથે કરવોમાં આવી હતી. શાળાના હિંદી મદદનીશ શિક્ષિકા પ્રતિભાબહેન જી. સ્માર્ટે વિદ્યાર્થીઓને હિંદી દિવસનું મહત્ત્વ તેમજ ‘હિન્દી’ શબ્દ ઉપર પોતાની કવિતા રજૂ કરી બધાને મંત્રમુગ્ધ કર્યા હતા. ધોરણ-12ની વિદ્યાર્થિની ધારેચા જ્યોતિએ હિંદી ભાષાના મહત્ત્વ પર વિવિધ સૂત્રોનું પઠન કર્યું. શાળાના મદદનીશ શિક્ષક શ્રી હર્ષદ મકવાણાએ હિંદી-દિવસ પર પોતાનાં વિચારો રજૂ કર્યાં હતા.
રાજભાષા વિભાગ દીવ દ્વારા આયોજિત જિલ્લા સ્તરની વિવિધ સ્પર્ધાઓમાં શાળાની વિદ્યાર્થિની ચારણિયાકંચન ભાયાભાઈએ હિંદી નિબંધ લેખનમાં દ્વિતીય સ્થાન, વક્તૃત્વ સ્પર્ધામાં બાંભણિયા વિદિશા નાનજીએ પ્રથમ સ્થાન અને દેશભક્તિ ગીતમાં શાળાની વિદ્યાર્થિનીઓએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું.
હિંદી દિવસ તેમજ હિંદી પખવાડાની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓમાં માર્ગદર્શન તેમજ કાર્યક્રમનું આયોજન હિંદી મદદનીશ શિક્ષિકા પ્રતિભાબહેન સ્માર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે શાળા-પરિવાર દ્વારા રાજભાષા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રતિભાબહેન સ્માર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના દરેક શિક્ષકગણના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2023/09/WhatsApp-Image-2023-09-14-at-7.39.53-PM-1.jpeg)