Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ તથા નોટબુકોનું નિઃશુલ્ક વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વલસાડના રાબડા ગામે આવેલ સુપ્રસિધ્‍ધ માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામ ખાતે તા.02-08-2024ને સોમવારના રોજ માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ગામની માધ્‍યમિક સ્‍કુલના વિદ્યાર્થીઓને યુનિફોર્મ તથા નોટબુકોનું વિનામુલ્‍યે વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ સેવાભાવી સંસ્‍થા દ્વારા દર વર્ષે તહેવાર પર ગામના 200થી વધુ નિરાધાર પરિવારોને નિઃશુલ્‍ક અનાજની કીટ પણ આપવામાં આવે છે. આ સંસ્‍થા દ્વારા આમ અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી રહી છે.
વિદ્યાર્થીઓને યુનિફોર્મ તથા નોટબુકો વિતરણના આ કાર્યક્રમમાં માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામના સંસ્‍થાપકશ્રી મહાપાત્ર, લોકસેવક સંઘના પ્રમુખશ્રી રાજુભાઈ પટેલ, માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ તથા મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી કિરીટભાઈ ડેડાણીયા, રમેશભાઈ ડોબરિયા અને માધ્‍યમિક પ્રિન્‍સીપાલશ્રી વૈશાલીબેન તથા અન્‍ય શિક્ષકગણ તેમજ રાબડા ગામના સરપંચશ્રી કિન્નરીબેન ભદ્રેશભાઈ, ગામના અગ્રણીઓશ્રી શૈલેષભાઈ, સુમનભાઈ, માજી સરપંચશ્રી જસવંતભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યાં હતા.કપરાડા અને ધરમપુર જેવાં આર્થિક પછાત વિસ્‍તારમાંથી અહીં માધ્‍યમિક સ્‍કૂલમાં અભ્‍યાસ અર્થે આવતાં વિદ્યાર્થીઓમાં આ યુનિફોર્મ તથા નોટબુકોના વિતરણથી આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

Related posts

વલસાડમાં વિવિધ કાર્યક્રમો સાથે બેંક ઓફ બરોડાનો ૧૧૫મો સ્થાપના દિન ઉજવાયો

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના સહયોગથી દમણ રોટરી ક્‍લબે 76 શિક્ષકોને ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’થી સન્‍માનિત કર્યા

vartmanpravah

તલાવચોરામાં કાવેરી નદીના આઝાદી પૂર્વેનો નીચો પુલ પર એપ્રોચ રોડ ઉપર મોટાપાયે માટી પુરાણ કરી કબ્‍જો કરી લેવામાં આવ્‍યો

vartmanpravah

સેલવાસ મામલતદારની ટીમે મોરખલમાં ગેરકાયદેસર માટી ખનન કરનારાઓ સામે કરેલી કાર્યવાહી

vartmanpravah

ચીખલીના પીપલગભણ-એસ.પી નગર વિસ્‍તારમાંથી મળી આવેલ દીપડાના બચ્ચાંને વન વિભાગ દ્વારા સલામત સ્થળે છોડી દેવાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે સેલવાસમાં અને રવિવારે દમણના કચીગામ ફાર્મ હાઉસની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment