Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દક્ષિણ વિભાગ કોળી સમાજ દ્વારા વલસાડ જિલ્લાના વિવિધ ગામોમાં વૃક્ષારોપણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળના સુવર્ણ જ્‍યંતિ અવસરે છેલ્લા 11 રવિવાર થી મંડળના પ્રમુખ શ્રી હરેશભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને કોળી સમાજનુ સંગઠન મજબુત બને સમાજના લોકો એકબીજાથી પરીચિત થાય, સમાજનો દરેક ક્ષેત્રે વિકાસ થાય. કોળી સમાજના હોલના અધુરા કામને પુર્ણ કરવા દાન એકત્રીત કરવાના હેતુથી અને વડાપ્રધાન માનનીય નરેન્‍દ્રભાઈ મોદી સાહેબના એક પેડ મા કે નામ ના કાર્યક્રમને સાર્થક કરવા, વૃક્ષો કુદરતના ફેફસા સમાન છે, વાતાવરણમાંથી કાર્બન ડાયોકસાઈડ અને કાર્બન મોનોકસાઈડ જેવા ઝેરી વાયુને શોષીને આપણને જરૂરી એવો ઓક્‍સિજન વાયુ પુરો પાડી પર્યાવરણને શુધ્‍ધ કરે છે એ દષ્ટિએ દર રવિવારે સામુદાયિક વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવે છે તે મુજબ આ રવિવારે ગોઈમા ગામે આંબાકલમ, લીમડો, વડ. જેવા વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્‍યુ હતું. ગોઈમા ગામે મોટી સંખ્‍યામાં કોળી સમાજનાઆગેવાનો, કીરીટભાઈ, અમ્રતભાઈ, ભુપેશકુમાર, હરીશભાઈ, કનુભાઈ, વનેશભાઈ, ચેતનભાઈ, ભરતભાઈ કારોબારી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. ધગડમાડ, સુખાલા અને મોટાપોંઢા ગામે પણ લીમડો, વડ, પીપળો વિગેરે વૃક્ષોનુ વૃક્ષારોપણ કરવામાં આવ્‍યુ હતું. આજદિન સુધી કુલ-86 કોળી સમાજના ગામોમાં વૃક્ષારોપણ કરી સમાજમાં જાગૃતિ લાવવાનુ કાર્ય કર્યુ છે.
કાર્યક્રમને સફળ બનાવવા કોળી સમાજના કારોબારી સભ્‍યો, સુનિલભાઈ, બાલુભાઈ, મનિષભાઈ, કમલેશભાઈ, કાંતિભાઈ નિવૃત આચાર્ય, દિપકભાઈ ગોઈમા, સતિશભાઈ બોરલાઈ, રાજુભાઈ વાપી, દેવાંગભાઈ ડુગરી, દયાળભાઈ, શંકરભાઈ, ગીરીશભાઈ, ધનસુખભાઈ નામધા, રડકાભાઈ, રાજુભાઈ, અમ્રતભાઈ પલસાણા અને કોળી સમાજના યુવાનો સંદિપભાઈ અને રાહુલભાઈ અને દેવાંગભાઈની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમમાં પુર્વ પ્રમુખ શ્રી જીતુભાઈ પટેલ, કોળી સમાજ સમુહ લગ્નના પ્રમુખ બળવંતભાઈ પટેલ, કોળી સમાજના પ્રોફેસર રાજુભાઈ પટેલ, કોળી સમાજના વલસાડ જિ.પંચાયતના સભ્‍યો મુકેશભાઈ પટેલ, શૈલેશભાઈ પ્રિન્‍સીપાલ, સરપંચ અજયભાઈ પટેલ, ભાજપ મહામંત્રી મુકેશભાઈ પટેલ અને મોટી સંખ્‍યામાં દરેક ગામના કોળી સમાજના ભાઈઓ, બહેનો, વડીલો, બાળકો ઉપસ્‍થિત રહી કાર્યક્રમને શોભાવ્‍યો હતો. દક્ષિણ વિભાગ કોળી સમાજમંડળ અને મંડળના પ્રમુખશ્રી હરેશભાઈ દરેકનો હદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કરે છે અને કોળી સમાજના દરેક વ્‍યક્‍તિને સમાજ માટે યથાશક્‍તિ યોગદાન સહયોગ આપવા આહવાન કર્યુ હતું.

Related posts

દાનહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિપક પ્રધાને જર્જરિત રસ્તાઓના રીપેરીંગ માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરી

vartmanpravah

વલસાડથી ધરમપુર જતી ઈકો કારમાંથી બિલ વગર અનાજનો જથ્‍થો રૂરલ પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

સ્‍વચ્‍છતા આંદોલન દ્વારા ફક્‍ત આપણે આપણા પ્રદેશનો જ નહીં પરંતુ દેશનો ચહેરો બદલીશું : સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

વાપી પાલિકા દ્વારા રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

તુલીપ હોટલ કાંડની ઘટનાથી ભાજપની પ્રતિષ્‍ઠાખરડાતા દીવ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિપિન શાહ 6 વર્ષ માટે ભાજપના પ્રાથમિક સભ્‍યપદેથી સસ્‍પેન્‍ડ

vartmanpravah

દાનહમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડયોઃ મધુબન ડેમના દસ દરવાજા ચાર મીટર સુધી ખોલવામાં આવ્‍યા

vartmanpravah

Leave a Comment