April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લાના સરપંચોના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

પંચાયતી રાજ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસને આપેલ સત્તાઓનો અસરકારક અમલ કરવા સરપંચોને આપવામાં આવ્‍યો નિર્દેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : દમણ જિલ્લાના સરપંચોના પ્રતિનિધિ મંડળે આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી અને તેમને જન્‍મ દિવસ તથા સંઘપ્રદેશના પ્રશાસક તરીકે નવમા વર્ષના કાર્યકાળમાં પ્રવેશવા બદલ અભિનંદન પણ આપ્‍યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પંચાયતી રાજ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસને આપેલ સત્તાઓનો અસરકારક અમલ કરવા સરપંચોને નિર્દેશ આપ્‍યા હતા. આ પ્રતિનિધિ મંડળમાં ભીમપોર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શાંતિલાલભાઈ પટેલ, કડૈયાના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, દુણેઠાના સરપંચ શ્રીમતી સવિતાબેન ભરતભાઈ પટેલ, દાભેલના સરપંચ શ્રીમતી હેમાક્ષીબેન પટેલ, આંટિયાવાડના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલ, ઘેલવાડના સરપંચ શ્રીમતી હિતાક્ષીબેન જીજ્ઞેશ પટેલ, કચીગામના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ તથા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીનો સમાવેશ થતો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ અને પૂર્વ ઉપ પ્રમુખશ્રીમતી મૈત્રીબેન પટેલ પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડીતાલુકાના ગોયમા ગામે પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, દાતાઓ અને માનવ સેવા ટ્રસ્‍ટ દ્વારા મોક્ષ રથનું  કરાયેલું લોકાર્પણ

vartmanpravah

ઉમરગામ પાલિકા વિસ્‍તારમાં ફાયર સેફટીનું ઉલ્લંઘન કરનાર સ્‍થળોએ તપાસની આવશ્‍યકતા

vartmanpravah

દમણવાડા અને ભામટીની શાળામાં પંચાયતે શ્રીઅન્‍નની જાગૃતિ માટે વિદ્યાર્થી શિક્ષકો અને વાલીઓ સાથે કરેલો સંવાદ

vartmanpravah

દમણમાં જેઈઆરસીની લોક સુનાવણીમાં લોકોએ ટોરેન્‍ટ પાવરના વહીવટ ઉપર પાડેલી પસ્‍તાળ

vartmanpravah

દાનહના પૂર્વ બહુજન મુક્‍તિ પાર્ટી લોકસભાના ઉમેદવાર પ્રવિણ જનાથિયાએ બાંધેલી કોંગ્રેસની કંઠી

vartmanpravah

ધરમપુરમાં 35 વર્ષ બાદ લક્ષ્મીનારાયણ મંદિરે ચૈત્રી નવરાત્રિ પર્વે દેવી ભાગવત કથાનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment