Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

પારડીના ખૂંટેજ ગામે વળાંકમાં ટેમ્‍પો અને બાઈક સામ સામે અથડાતા બાઈક ચાલકનું મોત

મૃતક બાઈક ચાલક ધરમપુરના ખાંડાભવાડા ગામનો હોવાની ઓળખ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.28
પારડી તાલુકાના ખૂંટેજ ગામે પરિયાથી ગોઈમાં જતા માર્ગ પર પ્‍લસર બાઈક અને પિકઅપ ટેમ્‍પો સામ સામે અથડાતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકને પહોંચેલી ગંભીર ઈજાને પગલે ઘટના સ્‍થળે કરુણ મોત નીપજવા પામ્‍યું છે.
પરિયાથી ગોઈમાં જતા માર્ગ પર મંગળવારના સાંજે ખૂંટેજ નિશાળ ફળીયા નજીક વળાંકમાં પરિયા તરફથી આવતી પલસર બાઈક નંબર ઞ્‍થ્‍ 15 ઝઘ્‍ 9637 અને ગોઈમાંથી સેલવાસ તરફ જતો પિકઅપ ટેમ્‍પો નંબર ઝફ 09 શ્‍ 9478 સામસામે અથડાતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો.
વળાંકને લઈ નજરે નહીં ચઢતા બંને વાહનો સામ સામે અથડાયા હતા. અકસ્‍માતમાં બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થતાં પારડી પોલીસ અને 108 એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરાતા બન્ને ઘટના સ્‍થળે પહોચ્‍યાં હતી. પરંતુ બાઈક ચાલકને માથા અને શરીરના ભાગે પહોંચેલી ગંભીર ઈજાને પગલે ઘટના સ્‍થળે જ તેનું પ્રાણ-પંખેરૂ ઉડી ગયું હતું. બાઈક ચાલકનું નામ અજીત લાહની ગવળી (ઉ.વ.30) રહેવાસી- ખાંડાભવાડા તાલુકા ધરમપુરનો હોવાની ઓળખ થતાં પોલીસે મૃતકના પરિવારને અકસ્‍માતની જાણ કરી હતી અને લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ(પી.એમ.) માટે પારડી સી.એચ.સી. હોસ્‍પિટલ લઈ જવાયો હતો.
પિકઅપટેમ્‍પો ચાલક નીતિનભાઈ ચીમનભાઈ પટેલ રહે. સેલવાસ, ભુરકુડ ફળીયા, ટોકરખાડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ભામટી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં 76 સ્‍વતંત્રતા દિવસની આનંદ-ઉમંગ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

મલાવ રેલવે ફાટક ઉપર મુસાફરો ભરેલી એસટી બસ ખોટકાતા થોડા સમય માટે સર્જાયેલો ભયનો માહોલ

vartmanpravah

કેન્‍દ્રીય વક્‍ફ ડેવલપમેન્‍ટ કમિટીના ચેરપર્સન ડો. દરાખશાન અંદ્રાબીએ પ્રતિનિધિ મંડળ સાથે સંઘપ્રદેશની લીધેલી મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લાના તમામ વિજેતા ધારાસભ્‍યોનું સન્‍માન સમારોહ તેમજ કાર્યકર્તાઓ મતદારોનો ઋણસ્‍વીકાર કાર્યક્રમ પારડી શ્રી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે યોજાયો

vartmanpravah

સેલવાસ લો કોલેજ ખાતે ગુજરાત હાઈકોર્ટના નામદાર ન્‍યાયમૂર્તિ સુનિતા અગ્રવાલનું કરાયેલું સન્‍માન

vartmanpravah

વાપી નગરપાલિકાએ રૂા.16.61 કરોડની વેરા વસુલાત કરી : 96.24 ટકાકામગીરી

vartmanpravah

Leave a Comment