પંચાયતી રાજ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસને આપેલ સત્તાઓનો અસરકારક અમલ કરવા સરપંચોને આપવામાં આવ્યો નિર્દેશ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : દમણ જિલ્લાના સરપંચોના પ્રતિનિધિ મંડળે આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમને જન્મ દિવસ તથા સંઘપ્રદેશના પ્રશાસક તરીકે નવમા વર્ષના કાર્યકાળમાં પ્રવેશવા બદલ અભિનંદન પણ આપ્યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પંચાયતી રાજ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસને આપેલ સત્તાઓનો અસરકારક અમલ કરવા સરપંચોને નિર્દેશ આપ્યા હતા. આ પ્રતિનિધિ મંડળમાં ભીમપોર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શાંતિલાલભાઈ પટેલ, કડૈયાના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, દુણેઠાના સરપંચ શ્રીમતી સવિતાબેન ભરતભાઈ પટેલ, દાભેલના સરપંચ શ્રીમતી હેમાક્ષીબેન પટેલ, આંટિયાવાડના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલ, ઘેલવાડના સરપંચ શ્રીમતી હિતાક્ષીબેન જીજ્ઞેશ પટેલ, કચીગામના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ તથા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીનો સમાવેશ થતો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ અને પૂર્વ ઉપ પ્રમુખશ્રીમતી મૈત્રીબેન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.