October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ટાંકી ફળીયામાં આધેડ નેપાલીની હત્‍યા પ્રકરણનો ભેદ ઉકેલાયો

નેપાળી દિલબહાદુર બાલબહાદુર કચરો વીણતા એકાંકી જીવન જીવતો હતો : આરોપી યુવક સંજયની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી ટાંકી ફળીયામાં 31મી ઓગસ્‍ટના રોજ એક આધેડ નેપાળીની શંકાસ્‍પદ હાલતમાં હત્‍યા કરાયેલ લાશ મળી હતી. આ હત્‍યાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી આરોપી યુવકની ધરપકડ કરી હતી.
જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાએ જણાવ્‍યું હતું કે, ગત તા.31ના રોજ વાપી ટાંકી ફળીયા વિસ્‍તારમાં દિલબહાદુર બાલબહાદુર કારકી નામના નેપાળી યુવકનો મૃતદેહ મળી આવ્‍યો હતો. જેનું પીએમ કરાયુ હતું. પોલીસે હત્‍યાનો ગુનો નોંધી ડીવાયએસપી બી.એન. દવે, ટાઉન પી.આઈ. કે.જે. રાઠોડ દ્વારા ટીમ બનાવી તપાસ આરંભી હતી તે મુજબ આરોપી સંજય નામના યુવકની પોલીસે ધરપકડ કરી હતી. જેમાં સામાન્‍ય બોલાચાલી થઈ હતી તેથી બોથર્ડ પદાર્થ મારી હત્‍યા કરી હોવાનું આરોપીએ કબુલાત કરી હતી. યુવક સંજય ઝનુની સ્‍વભાવનો છે, કચરો વીણી આ વિસ્‍તારમાં રહી ગુજરાન ચલાવે છે. મૃતક દિલબહાદુર ટાંકી ફળીયામાં સરસ્‍વતીનગર સમર્થ રેસિડેન્‍સી બિલ્‍ડીંગ ફલેટ નં.101માં રહેતો હતો અને ચાઈનીસ દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

Related posts

દીવ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિએ આઈ.એન.એસ. ખુકરીની મુલાકાત લઈ શહિદોને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન

vartmanpravah

ચીખલી-ખેરગામ વાડ ખાડીના બ્રિજની જર્જરિત રેલીંગના સમારકામ માટે ગાંધીનગરથી ઉચ્‍ચ અધિકારીઓની સૂચના બાદ પણ સ્‍થાનિક અધિકારીઓ ઘોર નિંદ્રામાં

vartmanpravah

લોકસભામાં તારાંકિત પ્રશ્નના માધ્‍યમથી સાંસદ ઉમેશભાઈ પટેલે સેલવાસની સરકારી નમો મેડિકલ કોલેજમાં પી.જી.ના અભ્‍યાસક્રમ માટે રાખવામાં આવેલ અતાર્કિક ફીસનો ઉઠાવેલો મુદ્દો

vartmanpravah

અથાલ નજીક ટેન્‍કર સાથે ટ્રક અથડાતા રસ્‍તા પર ઓઇલ ઢોળાતા સર્જાયેલો ટ્રાફિક જામ

vartmanpravah

વલસાડ-વાંસદા વિસ્‍તારમાં રાત્રે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત : વાતાવરણમાં પલટો

vartmanpravah

ધરમપુરના સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ ખાતે પાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, 2114 અરજીનો નિકાલ

vartmanpravah

Leave a Comment