September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ-વાંસદા વિસ્‍તારમાં રાત્રે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત : વાતાવરણમાં પલટો

ડાંગરની કાપમી અંતિમ તબક્કામાં ચાલતી હોવાથીકમોસમી વરસાદ ખેડૂતોને નુકશાન કરાવી જશે

 

 

 

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13 : હવામાન ખાતાની તા.10 થી 14 ડિસેમ્‍બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે તેવી આગાહી સાચી ઠરી હતી. વાતાવરણમાં પલટાની સાથે સોમવારે રાત્રે વલસાડ સહિત વાંસદા વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો હતો. કમોસમી વરસાદથી જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્‍યા છે.
તામિલનાડુમાં માંડૂસ ચક્રવાતની અસરના પગલે દક્ષિણ ગુજરાતમાં તા.10 થી તા.14 ડિસેમ્‍બર દરમિયાન કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. તેની અસર સોમવારે રાત્રે વલસાડ સહિત વાંસદા વિસ્‍તારના ગ્રામ્‍ય પ્રદેશોમાં કમોસમી વરસાદ પડયો હતો. ત્‍યારે ડાંગરની કાપણી કેટલાક વિસ્‍તારોમાં અંતિમ તબક્કાની ચાલી રહી છે. તેથી માવઠાની અસર ડાંગરના પાક ઉપર પડી છે તો શાકભાજી ઉપર પણ કમોસમી વરસાદની આડ અસર સર્જાઈ હોવાથી જગતનો તાત વધુ ચિંતિત બન્‍યો હતો. વલસાડમાં તિથલ રોડ વિસ્‍તારમાં રાત્રે અચાનક વરસાદ વરસતા લોકો ચિંતિત બન્‍યા હતા. આગાહી બાદ છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. સૂર્યપ્રકાશ અદૃશ્‍ય રહી વાતાવરણ વાદળછાયુ જિલ્લામાં પથરાયેલું રહ્યું હતું.

Related posts

વાપી કે.બી.એસ. કોલેજનું ગૌરવ

vartmanpravah

હોટલ રિવાન્‍ટાના સભાખંડમાં દમણ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓને રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના સંયોજક વિનોદ તાવડેએ આપેલું માર્ગદર્શન

vartmanpravah

દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા 74મા ‘બંધારણ દિવસ’ને મનાવાયો

vartmanpravah

એન.આર. અગરવાલ રોટરી હોસ્‍પિટલના પટાંગણમાં સ્‍વતંત્ર્ય દિવસની કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

‘‘લો કોસ્‍ટ લાઈબ્રેરી મેનેજમેન્‍ટ” વિષય પર તૈયાર કરાયેલુ વલસાડના વિદ્યાર્થીનું રીસર્ચ પેપર આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર પ્રકાશિત થયુ

vartmanpravah

સાસરિયાના ત્રાસથી કોથરખાડીમાં બે સંતાનો સાથે માતાએ કૂદી કર્યો આપઘાતનો પ્રયાસ

vartmanpravah

Leave a Comment