ઐતિહાસિક દીવ કિલ્લાની પણ મહામહિમ રાષ્ટ્રપતિએ લીધેલી મુલાકાત
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પ્રવાસન સુવિધાના કરેલા વિસ્તારની પણ કરેલી સરાહના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.13 : મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂનું આજે દીવ એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહામહિમ રાષ્ટ્રપતિએ આઈ.એન.એસ. ખુકરીની મુલાકાત લઈ શહિદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને આ યુદ્ધ જહાજની મુલાકાત પણ લીધી હતી.
મહામહિમ રાષ્ટ્રપતિએ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા દીવ કિલ્લાની પણ મુલાકાત લીધી હતી. તેમને પ્રશાસન દ્વારા સ્મૃતિ ચિહ્ન પણ ભેટ આપવામાં આવ્યું હતું. મહામહિમ રાષ્ટ્રપતિએ પ્રશાસન દ્વારા પ્રવાસન સુવિધાઓના કરેલા વિસ્તારની સરાહના પણ કરી હતી.