Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દામજીભાઈ કુરાડાની અધ્‍યક્ષતામાં દાનહ જિ.પં.ની મળેલી સામાન્‍ય સભા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : આજે દાનહ જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં જિ.પં. અધ્‍યક્ષ શ્રી દામજીભાઈ કુરાડાની અધ્‍યક્ષતામાં તથા જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી શ્રી અરુણ ગુપ્તાની ઉપસ્‍થિતિમાં એક સામાન્‍ય સભાનું આયોજન આવ્‍યું હતું. જેમાં સંઘપ્રદેશ પ્રશાસનની વિવિધ યોજનાઓ બાબતે વિસ્‍તૃત ચર્ચા-વિચારણાં કરવામાં અવાી હતી. આ પ્રસંગે દાનહના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર અને જિ.પં.ના ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ તેમજ વિકાસ અને આયોજન અધિકારી શ્રી પંકજસિંહ પરમાર પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
અત્રે મળેલી સામાન્‍ય સભામાં પી.એમ.એ.વાય. ગ્રામીણ યોજના હેઠળ કાચા મકાનોની નોંધણી માટે મંત્રાલયની સલાહ મુજબ, જિલ્લા પંચાયત હેઠળ ચાલતી તમામયોજનાઓને જી.આઈ.એ. તરફથી વહીવટી સહાય પુરી પાડવાના હેતુથી ગ્રામ પંચાયત અને મામલતદાર દ્વારા આવકવેરાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે, જોકે એ માત્ર એક ઓથોરિટીએ આવકનું પ્રમાણપત્ર આપવું જોઈએ એમ નક્કી કરવામાં આવ્‍યું હતું.
ઉપરાંત રાશનકાર્ડ, શાળા શિષ્‍યવૃત્તિ અને પેન્‍શન આપવા માટે મામલતદારશ્રીને બદલે ગ્રામ પંચાયતમાંથી આવકનું પ્રમાણપત્ર ફરજીયાત આપવા બાબતની ચર્ચા કરવામાં આવી હતી. જ્‍યારે પી.ડબ્‍લ્‍યુ.ડી. વિભાગના કર્મચારીઓના પગારમાંથી પી.એફ. કાપવા બાબતે, દાનહ જિલ્લાના તમામ 70 ગામોમાં 100 ટકા ડોર ટુ ડોર અને ઔદ્યોગિક સૂકો અને ભીનો કચરો એકત્ર કરવામાં આવે છે અને આ તમામ વાહનોનું કવરેજ જી.પી.એસ. આધારિત મોનિટરીંગ થાય, સ્‍વચ્‍છતા અને સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક પર પ્રતિબંધ, યુ.ટી. પેન્‍શન વિશે અને સમય પર પેન્‍શન મળી રહે તે માટેનો સમાજ કલ્‍યાણ વિભાગને જિ.પં. અધ્‍યક્ષ દ્વારા નિર્દેશ આપવામાં આવ્‍યો હતો.
દરમિયાન જિલ્લા પંચાયત અંતર્ગત ચાલતી તમામ યોજના જેમાં પી.એમ.એ.વાય., એન.આર.એલ.એમ. મનરેગા, એ.બી.પી., એસ.બી.એમ. વગેરેને ગ્રાન્‍ટ ઈન એઈડથી વહીવટી સમર્થન આપવામાં આવ્‍યું હતું. ડિફેન્‍સ એક્‍સ સર્વિસમેન હાઉસ ટેક્‍સની માફી માટેના લાભની ચર્ચા પણ કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતનાતમામ કર્મચારીઓને અટલ પેન્‍શન યોજનામાં આવરી લેવા બાબતે, સરપંચો અને જિલ્લા પંચાયતના સભ્‍યોને સૌર ઊર્જાના નવા જોડાણ વિષે માહિતગાર કરવામાં આવ્‍યા હતા.
આ અવસરે જિલ્લા શિક્ષણ અધિકારી સહિત જિલ્લા પંચાયત સભ્‍યો, સરપંચો, પ્રશાસનિક અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચૂંટણીને લઈ પાતલીયા ચેક પોસ્‍ટ ખાતે સંઘપ્રદેશમાંથી આવતા તમામ શંકાસ્‍પદ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લએ ડોક્‍ટરોનું સન્‍માન કરી ડોક્‍ટર્સ-ડેની કરેલી ઉજવણી

vartmanpravah

છેલ્લા 11 વર્ષથી 15મી ઓગસ્‍ટના રોજ ઉમિયા સોશ્‍યલ ટ્રસ્‍ટ દ્વારા યોજાતા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં 1201 બોટલ રક્‍ત એકત્ર કરી વલસાડમાં ત્રીજી વખતઈતિહાસ સર્જાયો

vartmanpravah

દીવ અને વણાંકબારા ખાતે અદ્યતન ફિશિંગ હાર્બર ડેવલપ થશેઃ સાંસદ લાલુભાઈ પટેલે સંસદીય કન્‍સલટેટિવ કમિટિમાં આપેલી જાણકારી

vartmanpravah

વાપી આરઓબી-આરયુબીના કન્‍સ્‍ટ્રકશન માટે ખોદેલા ખાડામાં અંધારામાં બાઈક સવાર ખાબક્‍યો

vartmanpravah

દમણ જિલ્લામાં આજે ફરી સ્‍વચ્‍છતા દિવસ ઉજવાશે : આદતોને બદલવાના અભિયાને પકડેલી ગતિ

vartmanpravah

Leave a Comment