December 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન કરાતા ક્‍વોરી એસોસિએશને હડતાળનું શસ્ત્ર ઉગામતા ચીખલી સહિત નવસારી જિલ્લામાં બ્‍લેક ટ્રેપ ખનીજની 149 જેટલી લીઝ અને 70થી વધુ ક્રસર પ્‍લાન્‍ટો બંધ

રાજ્‍યના ક્‍વોરી એસોસિએશન દ્વારા 2જી ઓક્‍ટોબર સુધીમાં સરકાર દ્વારા
પડતર પ્રશ્નોનું નિરાકરણ ન લાવવામાં આવે તો અચોક્કસ મુદ્દતની હડતાળની ચિમકી ઉચ્‍ચારી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: ચીખલીમાં આજે નવસારી જિલ્લા ક્‍વોરી એસોસિએશનના પ્રમુખ શ્રી સલીમભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી શૈલેન્‍દ્રસિંહ રાજપૂત ઉપરાંત શ્રસ મુકેશભાઈ ફળદુ, શ્રી દેવજીભાઈ ગોંડલીયા, શ્રસ સુરેશભાઈ સહિતના સભ્‍યો અને હોદ્દેદારો ઉપસ્‍થિતિમાં યોજાયેલી બેઠકમાં હાલમાં પર્યાવરણ મંજૂરી અને ખાણ કામ આયોજન કારણોસર રાજ્‍યની અંદાજીત 60 ટકાથી વધુ ખાણોના એટીઆર બંધ કરી દેવામાં આવેલ છે. જિલ્લા સ્‍તરની પર્યાવરણ કમિટી દ્વારા ઈશ્‍યૂ કરવામાં આવેલ તમામ ઈસી રાજ્‍ય સ્‍તરની પર્યાવરણ કમિટી દ્વારા રિન્‍યુઅલની કામગીરી આગામી 26 ઓક્‍ટોબર સુધીમાં પૂર્ણ નહિ થાય તો રાજ્‍યભરની બાકી રહેલક્‍વોરીઓના એટીઆર પણ બંધ થઈ જશે. ક્‍વોરી ઉદ્યોગમાં પાયા રૂપ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત બલરક ટ્રેપ ક્‍વોરી ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશન દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે. છતાં કોઈ હકારાત્‍મક નિર્ણય આવેલ નથી. અગાઉ તા.03/01/2011, 19/12/2016, 06/12/2018 તથા 17/05/2022માં સરકાર દ્વારા કમિશનરની સહીથી લેખિત બાહેંધરી આપવામાં આવેલી હતી. તેમ છતાં આજદિન સુધીમાં કોઈ નિરાકરણ આવેલ નથી. સહિતના મુદ્દે ચર્ચાઓ કરી બંધ થયેલ તમામ ક્‍વોરી-લિઝ ચાલુ ન થાય ત્‍યાં સુધી અને ગૌણ ખનીજમાં ઈસી રદ્‌ કરવામાં ન આવે તેમજ તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્‍યાં સુધી ક્‍વોરી ઉદ્યોગ બંધ રાખવાનું નક્કી કરી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પણ પાઠવવામાં આવશે.
હાલે દક્ષિણ ગુજરાતમાં બુલેટ ટ્રેન અને અમદાવાદ-મુંબઈ એક્‍સપ્રેસ-વે સહિતના બે મહત્‍વકાંક્ષી પ્રોજેકટ સરકારના ચાલી રહ્યા છે. ઉપરાંત સિઝન ખુલતાની સાથે રસ્‍તાના નવીનીકરણના, પુલના બાંધકામો સહિત વિવિધ યોજનાના અનેક કામો શરૂ થશે. તેવામાં જો ક્‍વોરી ઉદ્યોગ બંધ પાડી હડતાળનું શષા ઉગામતા આવા અનેક પ્રોજેક્‍ટ અને વિકાસના કામો ટલ્લે ચઢશે. બીજી તરફ બાંધકામ ઉદ્યોગને પણ ફટકો લાગશે. આ ઉપરાંત ક્‍વોરી ઉદ્યોગ સાથે કાર્ટિંગ સહિત અનેક નાનામોટા ધંધાઓ ધમધમી રહ્યા છે. ત્‍યારે સામી દિવાળીએ હજારો લોકોના ધંધા રોજગાર પર અસર થવા સાથે દિવાળી બગડે તેવી સ્‍થિતિ પણ સર્જાઈ શકે તેમ છે.
અત્રે નોંધનીય છે કે ચીખલી સહિત સમગ્ર નવસારી જિલ્લામાં બ્‍લેક ટ્રેપ ખનીજની અંદાજે 149 જેટલી લિઝ અને 70 થી વધુ ક્રસર પ્‍લાન્‍ટો ધમધમવા સાથે રોયલ્‍ટી પેટે સરકારને એક દિવસની 17 થી 20 લાખ રૂપિયાની આવક મળે છે. તો બીજી ટ્રાન્‍સપોર્ટ ઉદ્યોગ સહિત ઘણા નાના-મોટા ધંધાઓ પણ વિકસિત થયેલ હોય ક્‍વોરી ઉદ્યોગના માધ્‍યમથી સીધી અને આડકતરી રીતે હજારો લોકોને રોજગારી મળી રહી છે.
બીજી તરફ ચોમાસાની વિદાય સાથે દિવાળીના તહેવારો પણ નજીક છે. અને નવી સિઝન પણ ખુલ્લી રહી છે. તેવામાં ક્‍વોરી ઉદ્યોગના પ્રશ્ને સરકાર દ્વારા કોઈ નિરાકરણ ન લાવવામાં આવશે તો ક્‍વોરી ઉદ્યોગ ઠપ્‍પ થઈ જશે તો તેની અનેક વિપરીત અસરો જોવા મળશે.

ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રાજેન્‍દ્રસિંહ પરમારના જણાવ્‍યાનુસાર ચીખલીમાં ક્‍વોરી ઉદ્યોગની હડતાળથી હજ્‍જારો ટ્રકોના પૈડા થંભી જવા પામ્‍યા છે. જેના પગલે હજારો ટ્રક ચાલક-ક્‍લીનરની રોજગારી છીનવાવા સાથે આવક બંધ થતાં ટ્રકોના માલિકોને હપ્તા કયાંથી ભરવા તેવા પણ અનેક પ્રશ્નો સર્જાશે.

ક્‍વોરી એસોસિએશનના પ્રમુખસલીમભાઈ પટેલના જણાવ્‍યાનુસાર સરકાર દ્વારા અવાર નવાર લેખિત બાંહેધરી આપ્‍યા બાદ પણ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન કરવામાં આવતા આજથી ચીખલી સહિત સમગ્ર જિલ્લામાં ક્‍વોરી ઉદ્યોગ બંધ કરી દેવામાં આવેલ છે.

Related posts

પહેલી વખત સંઘપ્રદેશમાં યોજાયેલ શિયાળુ રમત ગમત કોચિંગ શિબિર સંપન્ન

vartmanpravah

દીવ જિલ્લા ભાજપના કર્ણધાર બનતા મોહનભાઈ લક્ષ્મણઃ કાર્યકરોમાં આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ

vartmanpravah

અતુલ કન્‍યાશાળામાં 250 જેટલી કન્‍યાઓને આર્મર માર્શલ આર્ટસની ટ્રેનિંગ આપવામાં આવી

vartmanpravah

વાપીમાં કારના કાચ તોડી રૂા.1.50 લાખ રાખેલ બેગની ચોરી : અન્‍ય એક પાર્ક કરેલ કાર સળગી ઉઠી

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય ડિસ્‍લેક્‍સિયા જાગૃતિ મહિનાના અવસરે દમણના લાઇટ હાઉસને લાલ રંગથી પ્રકાશિત કરાયો

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયત સ્‍કૂલ ફળિયા મુકામે રાત્રી ચોતરાસભા (ચૌપાલ)યોજાઈ

vartmanpravah

Leave a Comment