Vartman Pravah
Breaking NewsOtherદેશવલસાડવાપીસેલવાસ

સેલવાસ રેલવે બુકીંગ સેન્‍ટર પર વિજીલન્‍સ ટીમે રેડ પાડી એક કર્મચારીને ઝડપી પાડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસ શહીદચોક ચાર રસ્‍તા નજીક રેલવે બુકીંગ સેન્‍ટર પર કર્મચારી દ્વારા ગરબડ કરવાની ફરિયાદ સંદર્ભે વિજીલન્‍સની ટીમે રેડ પાડી એક કર્મચારીને ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર મુંબઈથી વાયા ભિલાડ થઈ વિજીલન્‍સ ટીમ રિક્ષામાં સેલવાસ પહોંચી હતી. ટીમના ચાર ઓફિસર રેલવે બુકીંગ સેન્‍ટરમાં દાખલ થઈ ત્‍યાં ઉપસ્‍થિત સ્‍ટાફની તપાસ શરૂ કરેલ જે દરમ્‍યાન એક કર્મચારીની બેગમાં 4500ની કિંમતની બે ટીકીટ, મોબાઈલ ફોનની ફાઈલથી એક લાખથી વધુ લાઈવ ટીકીટ અને કેસ કાઉન્‍ટરમાંથી 1200 રૂપિયા મળી આવ્‍યા હતા. જેથી કર્મચારીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્‍યો હતો. જેને દાનહ પ્રશાસન દ્વારા નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્‍યો હતો. આ કર્મચારી બુકીંગ કાઉન્‍ટર પર ટિકિટ લેવા માટે લાઈનમાં ઉભા રહેલ ગ્રાહકોપાસેથી ફોર્મ લઈને પહેલા પોતાના લાભના ફોર્મ ઉપર રાખી ટિકિટ રિઝર્વેશન કરી લેતો હતો. જેથી લાઈનમાં ઉભેલા ગ્રાહકોને રિઝર્વેશન ટિકિટ મળી શકતી ન હતી. વિજીલન્‍સ ટીમની આ રેડથી ટિકિટ દલાલો અને રેલવે ટિકિટ બ્‍લેક મેલરોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો હતો.

Related posts

સત્ર ન્‍યાયાલય સેલવાસનો શિરમોર ચુકાદો: સાયલીમાં પત્‍નીની હત્‍યા કરનાર પતિને આજીવન કેદ

vartmanpravah

દીવના કલેકટર સલોની રાય ની બદલી થતા વિદાય સમારોહ અને નવ નિયુક્‍ત કલેકટર ફરમાન બ્રહ્માનું સ્‍વાગત સમારોહ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકામાં તલાટી બાદ હવે આરોગ્‍ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ

vartmanpravah

દમણની ‘NIFT’નું ‘કન્‍વર્જ-2023’માં શાનદાર પ્રદર્શનઃ મળેલો પ્રતિષ્‍ઠિત જ્‍યુરી એવોર્ડ

vartmanpravah

ધરમપુરમાં સ્‍વર્ગવાહિની નદીના પુલની રેલિંગનો હિસ્‍સો ધસી પડયો : દબાયેલા બે નો ચમત્‍કારીક બચાવ

vartmanpravah

દાદરા નગર હવેલી ક્રાઈમ બ્રાન્‍ચે ગેરકાયદેસર ઓઈલની હેરાફેરી કરનારાઓને ઝડપી પાડયા

vartmanpravah

Leave a Comment