October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકા કક્ષાના 75મા વન મહોત્‍સવની પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના અધ્‍યક્ષસ્‍થાને કરાયેલી ઉજવણી


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: કપરાડા તાલુકા કક્ષાના 75 માં વન મહોત્‍સવની ઉજવણી શાહ જીએમડી સાર્વજનિક હાઇસ્‍કુલ મોટાપોંઢા ખાતે પૂર્વ મંત્રીશ્રી અને કપરાડા ધારાસભ્‍યશ્રી જીતુભાઈ ચૌધરીના અધ્‍યક્ષસ્‍થાને કરાઈ હતી. પૂર્વ મંત્રીશ્રી અને કપરાડા ધારાસભ્‍ય જીતુભાઇ ચૌધરીએ વૃક્ષારોપણ કરી વૃક્ષ રથને લીલીઝંડી આપી રોપા વિતરણ કર્યું હતું.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોઢા શાહ જીએમડી સાર્વજનિક હાઇસ્‍કુલ ખાતે તાલુકા કક્ષાના 75માં વન મહોત્‍સવની ઉજવણી ‘એકપેડ મા કે નામ’ અભિયાન હેઠળ પૂર્વ મંત્રી ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના અધ્‍યક્ષસ્‍થાને ઉજવણી કરવામાં આવી હતી. કપરાડા ધારાસભ્‍યશ્રી જીતુભાઇ ચૌધરી દ્વારા વૃક્ષારોપણ કરી દ્વારા વૃક્ષ રથને લીલીઝંડી આપી રવાના કર્યો હતો અને રોપા વિતરણ પણ કર્યું હતું.
કાર્યક્રમમાં પૂર્વ મંત્રીશ્રી અને કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્‍યું કે, કપરાડામાં વર્ષો પહેલા ગાઢ જંગલો હતા, વરસાદ પણ સારો પડતો. જંગલ ઓછા થવાથી ધીરેધીરે વરસાદ ઓછો થયો છે. વૃક્ષો વાવો આપણી ફરજ છે કે આપણી નવી પેઢીને વૃક્ષોની મહત્તા સમજાવી જોઈએ. કોરોના કાળમાં ઓક્‍સિજનની અછત થઈ હતી. માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા કારણ કે વૃક્ષો વધુ ઓક્‍સિજનનું ઉત્‍સર્જન કરે છે. વૃક્ષારોપણની સાથે સાથે વૃક્ષોનું જતન પણ સારી રીતે કરવામાં એ આપણી બધાની જવાબદારી છે. વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે વન વિભાગના કર્મચારીઓ ગ્રામજનો શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ ખાનવેલ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના શિક્ષક સામે વિદ્યાર્થીઓ સાથે ગેર વર્તણુક કરતોવિડીયો વાયરલ થતાં સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

સેલવાસઃ પારદર્શક, ન્‍યાયી અને ભયમુક્‍ત ચૂંટણી યોજવાની કવાયતઃ સુરક્ષાકર્મીની ફલેગ માર્ચ સાક્ષી

vartmanpravah

મહારાષ્‍ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ગણેશ પર્વની ઉત્‍સાહ અને ભક્‍તિભાવ સાથે કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

રવિવારે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પેડેસ્‍ટ્રીયલ બ્રિજ પાસે ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું લોકાર્પણ કરશે

vartmanpravah

શિક્ષણ અને રમતગમતના સમન્‍વયથી જ સંપૂર્ણ વ્‍યક્‍તિત્‍વનો વિકાસ શકય છેઃ રમતગમત અધિકારી મનિષ સ્‍માર્ત

vartmanpravah

Leave a Comment