Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડવાપીસેલવાસ

ભારત સરકાર રાજ્‍ય સરકારો સાથે મળીને આજથી ચલણ પ્રોત્‍સાહન યોજના ‘મેરા બિલ, મેરા અધિકાર’નો શુભારંભ કરશે

આજથી અસમ, ગુજરાત અને હરિયાણા રાજ્‍ય તથા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને પોન્‍ડીચેરીમાં પાયલટ યોજના રૂપે કરાનારો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31 : ભારત સરકાર રાજ્‍ય સરકારો સાથે મળીને ‘મેરા બિલ મેરા અધિકાર’ નામની ‘ચલણ પ્રોત્‍સાહન યોજના’ શરૂ કરી રહી છે, જેથી તમામ ખરીદીઓ માટે ઇન્‍વૉઇસ/બિલની માગણીમાં ગ્રાહકોના સૌજન્‍યને પ્રોત્‍સાહન મળે.
આ યોજનાનો ઉદ્દેશ્‍ય સામાન્‍ય જનતામાં તેમના અધિકાર અને હક તરીકે ‘બીલ પૂછો’ માટે સાંસ્‍કળતિક અને વર્તનમાં પરિવર્તન લાવવાનો છે.
આવતીકાલે 1લી સપ્‍ટેમ્‍બરથી આ યોજનાનો શુભારંભ કરવામાં આવશે જેની શરૂઆત અસમ, ગુજરાત અને હરિયાણા રાજ્‍ય તથા સંઘપ્રદેશ પોન્‍ડીચેરી, દાદરા નગર હવેલી અને દમણ દીવમાં પાયલટના રૂપે કરવામાં આવશે.
જીએસટી નોંધણી આપૂર્તિકર્તા દ્વારા ઉપભોક્‍તાઓને જારી કરવામાં આવેલ દરેક ગ્‍2ઘ્‍ ચલણ યોજના માટે પાત્ર ગણાશે. લક્કી ડ્રોનો વિચાર કરનાર ચલણને ઓછામાં ઓછા મૂલ્‍ય રૂપિયા 200 રાખવામાં આવ્‍યા છે. ચલણ આઇઓએસઅને એંડ્રોઇડની સાથે વેબ પોર્ટલ પર ઉપલબ્‍ધ મોબાઈલ એપ્‍લિકેશન ‘મેરા બિલ, મેરા અધિકાર’ અપલોડ કરી શકાય છે.
ભારતના દરેક નિવાસી પોતાના રાજ્‍ય/સંઘપ્રદેશની પરવાહ કર્યા વિના આ યોજનામાં ભાગ લેવા પાત્ર ગણાશે. લક્કી ડ્રો માટે વિચાર કરનાર માટે એક વ્‍યક્‍તિ દ્વારા એક મહિનામાં વધુમાં વધુ 25 ચલણ એપ/વેબ પોર્ટલ પર અપલોડ કરી શકાશે. પ્રત્‍યેક અપલોડ કરેલ ચલણ માટે એક પાવતી સંદર્ભ સંખ્‍યા એઆરએન સંચાલિત કરવામાં આવશે જેનો ઉપયોગ પુરસ્‍કાર કાઢવા માટે કરવામાં આવશે. વિજેતા ચલણ નિયમિત અંતરાલ (માસિક/ત્રિમાસિક) પર શ્રેષ્‍ઠ ડ્રોની પધ્‍ધતિ દ્વારા પસંદગી કરવામાં આવશે. આ પાયલટ યોજના બાર મહિના સુધી ચાલશે.

Related posts

vartmanpravah

રેડક્રોસ સોસાયટી, સેલવાસમાં યુનિયન ટેરીટરી (યુ.ટી.) ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે ખેરડીથી ગેરકાયદેસર દારૂ-બિયર ભરેલ ટેમ્‍પા સહિતનો રૂા.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

vartmanpravah

ઉમરગામ પાલિકાની આજરોજ મળેલી સામાન્‍ય સભામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો અગ્રેસર

vartmanpravah

નમો એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ, સેલવાસ દ્વારા કરાયેલું પ્રશિક્ષણ શિબિરનું આયોજન

vartmanpravah

કરાટે નેશનલ ચેમ્‍પિયનશીપમાં દાનહને 3 ગોલ્‍ડ 1 બ્રોન્‍ઝ મેડલ

vartmanpravah

Leave a Comment