(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: બાળકો શિક્ષણ સાથે-સાથે ઈતર પ્રવૃત્તિઓમાં પણ રસ-રુચિ કેળવે તેમજ તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિ જગૃત થાય એ હેતુથી વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્ટિપર્પઝ સ્કૂલમાં પોસ્ટર અને પેઈન્ટિંગ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લાની 18 જેટલી શાળાઓના 104 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રતિયોગિતાનો શુભારંભ શાળાના આચાર્યા શ્રીમતી બીની પૌલ અચ.આર. અને એડમિન હેડ શ્રી વિજય રાઉન્ડલ દ્વારા દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો. બાળકોને પોસ્ટર અને પેઈન્ટિંગ માટે અલગ અલગ વિષય આફવામાં આવ્યા હતા. જેમાં ધોરણ સાત અને ધોરણ આઠ માટે ગૃપ-1માં આકાશની શાશ્વત સુંદરતા, ધોરણ નવ અને દસ માટે ગૃપ-2માં સ્પેસ સ્ટેશનમાં જીવન અને ધોરણ અગિયાર અને બાર માટે ગૃપ-3માં ભૂસ્ખલન-માતા પૃથ્વી રડી રહી છે વિષય ઉપર પોસ્ટર બનાવવાનું હતું. જેમાં ગૃપ-1માં સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલ વલસાડની વિદ્યાર્થીની રાશી મનોજભાઈ પટેલ પ્રથમ, સેન્ટ થોમસ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલની વિદ્યાર્થીની પ્રિશા શેટ્ટી દ્વિતીય અને શ્રી વલ્લભ સંસ્કારધામ શ્રીમતી શોભાબેન પ્રતાપભાઈ પટેલ ડે બોર્ડિંગ સ્કૂલની વિદ્યાર્થીની આશી આનંદ તૃતિય સ્થાને રહી હતી. ગૃપ-2માં શ્રી વલ્લભ આશ્રમમાંએમ.સી.એમ. કોઠારી ઈન્ટરનેશનલ ગર્લ્સ રેસિડેન્સિયલ સ્કૂલની વિદ્યાર્થીની વંશીકા અને રંજવી પ્રથમ સ્થાન, પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની ઈશી રાજીવ ગુપ્તા દ્વિતીય સ્થાન તેમજ સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની દેવાંશી કમલેશકુમાર પટેલ તૃતિય સ્થાને રહી હતી. જ્યારે ગૃપ-3માં સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની સિદ્ધિ સંજયકુમાર યાદવ પ્રથમ સ્થાન અને આ જ સ્કૂલની વિદ્યાર્થીની જિયા સંકેત પટેલ દ્વિતીય સ્થાન તેમજ જ્ઞાનગંગા ઈંગ્લિશ મીડિયમ સ્કૂલનો વિદ્યાર્થી પ્રિન્સ પાન્ડે તૃતિય સ્થાને રહ્યો હતો.
શાળા દ્વારા વિજેતા બાળકોમાં પ્રથમ આવનાર બાળકને અંકે રૂા.1500, દ્વિતીય આવનાર બાળકને રૂા.1000 તેમજ તૃતિય સ્થાને રહેનાર બાળકને રૂા.500 રોકડ રકમ તેમજ પારિતોષિક અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રતિયોગિતાના ઈનામ વિતરણ સમયે એક્ટિંગ ચેરમેન ઓફ સ્કૂલ કમિટી મેમ્બર શ્રી ઉજ્જવલ શુકલા પોતાનો અમૂલ્ય સમય ફાળવી ઉપસ્થિત રહ્યા હતા. જેમના હસ્તે વિજેતા બાળકોને પારિતોષિક તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. અંતે શાળાના આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળાના મેનેજમેન્ટ અને શાળા પરિવાર વતી સૌને કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા તેમજ શાળાના આર્ટ શિક્ષકોની કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/09/WhatsApp-Image-2024-09-01-at-12.12.57-PM.jpeg)