સપરિવાર પૂજા કરી નાણામંત્રી ચેમ્બર્સમાં મંગળવારથી નવી સરકારનો ચાર્જ સંભાળ્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13 : સોમવાર તા.12-12-2022ના રોજ યોજાયેલ શપથગ્રહણ કાર્યક્રમ બાદ સાંજે વિવિધ પ્રધાનોને ખાતાની ફાળવણી કરાઈ હતી. આજે મંગળવારથી નવી સરકારે કામગીરીનો પ્રારંભ કરી દીધો હતો. ગાંધીનગર સુવર્ણ સંકુલમાં આવેલ નાણામંત્રી ચેમ્બરમાં પારડી વિધાનસભાના ધારાસભ્ય અને નવનિયુક્તિ થયેલા નાણા-ઊર્જા પેટ્રોકેમિકલ કેબિનેટમંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધિવત સપરિવાર સાથે પૂજા-અર્ચના કરીને મંગળવારથી સરકારી કામગીરીનો પ્રારંભ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પારડી બેઠક ઉપર સતત ત્રીજીવાર વિધાનસભાની બેઠક શ્રી કનુભાઈ દેસાઈ જીત્યા છે. રીટાયર થયેલી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં તેઓએ નાણા-ઊર્જા અને પેટ્રોકેમિકલ ખાતાના કેબિનેટ મંત્રી બન્યા હતા. તેમના કાર્યકાળમાં નાણામંત્રી તરીકે 2022-23નું બજેટ પણ તેમને રજૂ કરેલું. તેમની કામગીરી અને સફળતાની નોંધ લેવાઈ હતી તેથી નવી સરકારમાં કોઈપણ પોર્ટફોલીયો બદલ્યા વગર સોમવારે નવી સરકારની રચનામાં મંત્રી મંડળમાં નેક્સ ટુ ના હોદ્દા સાથે બીજીવાર રાજ્યના નાણામંત્રી બન્યા છે. મંગળવારથી નાણામંત્રી તરીકે તેમને કામગીરી શરૂ કરી હતી.