(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: કપરાડા તાલુકા કક્ષાના 75 માં વન મહોત્સવની ઉજવણી શાહ જીએમડી સાર્વજનિક હાઇસ્કુલ મોટાપોંઢા ખાતે પૂર્વ મંત્રીશ્રી અને કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરાઈ હતી. પૂર્વ મંત્રીશ્રી અને કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ વૃક્ષારોપણ કરી વૃક્ષ રથને લીલીઝંડી આપી રોપા વિતરણ કર્યું હતું.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોઢા શાહ જીએમડી સાર્વજનિક હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી ‘એકપેડ મા કે નામ’ અભિયાન હેઠળ પૂર્વ મંત્રી ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરી દ્વારા વૃક્ષારોપણ કરી દ્વારા વૃક્ષ રથને લીલીઝંડી આપી રવાના કર્યો હતો અને રોપા વિતરણ પણ કર્યું હતું.
કાર્યક્રમમાં પૂર્વ મંત્રીશ્રી અને કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, કપરાડામાં વર્ષો પહેલા ગાઢ જંગલો હતા, વરસાદ પણ સારો પડતો. જંગલ ઓછા થવાથી ધીરેધીરે વરસાદ ઓછો થયો છે. વૃક્ષો વાવો આપણી ફરજ છે કે આપણી નવી પેઢીને વૃક્ષોની મહત્તા સમજાવી જોઈએ. કોરોના કાળમાં ઓક્સિજનની અછત થઈ હતી. માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા કારણ કે વૃક્ષો વધુ ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે. વૃક્ષારોપણની સાથે સાથે વૃક્ષોનું જતન પણ સારી રીતે કરવામાં એ આપણી બધાની જવાબદારી છે. વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે વન વિભાગના કર્મચારીઓ ગ્રામજનો શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
