(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: કપરાડા તાલુકાના સિલ્ધા ગામે પટેલપાડામાં નવયુવક મંડળ દ્વારા આઠમાં દિવસે ગણપતિ મૂર્તિનુ વિસર્જન ગામમાં આવેલ નદી કિનારે કરવામાં આવ્યુ હતું. અહીંયા આઠમાં દિવસ સુધી રાત્રિ દરિમયાન દેશી ભજન કીર્તન રાખવામાં આવે છે. દેશી ભજન કીર્તન સાથે ગામના લોકો પુજા કરતાં હોય છે. આજે આઠમાં દિવસે આદિવાસી વાજીંત્ર સાથે નાચગાન સાથે હજારોની સંખ્યામાં લોકો 2 કિમી સુધી નાચતે ગાજતેડીજેના તાલે આદિવાસી સમાજના લોકો ઝૂમી ઊઠયા હતા અને વિસર્જન પહેલા ગરબા રમીને આરતી કરી ગામમાં આવેલ નદીમાં શ્રી ગણપતિ બાપાનું વિસર્જન કર્યું હતું.
