October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં મોબાઈલ સ્‍નેચીંગ કરેલ ત્રણ યુવાનો ઝડપાયા : પોલીસે રૂા.1.18 લાખનો મુદ્દામાલ કબજે લીધો

જય રવિ પંડારામ, રોકી ઉર્ફે સંતોષ ક્રિષ્‍ણા શાહ, વિયુષ પ્રતાપસીંગની પોલીસે ધરપકડ કરી રૂા.1.18 લાખનો મુદ્દામાલ કબજે લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી વિસ્‍તારમાં મોબાઈલ સ્‍નેચીંગના વધી રહેલા બનાવોને ધ્‍યાને લઈને ટાઉન અને જીઆઈડીસી પોલીસ એલર્ટ પર હતી તે દરમિયાન પોલીસને મળેલી બાતમી આધારે જીઆઈડીસી મોરારજી સર્કલ પાસેથી ત્રણ મોબાઈલ સ્‍નેચીંગને પોલીસે રૂા.1.18 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.
મોરારજી સર્કલથી ઝડપાયેલા મોબાઈલ સ્‍નેચરોમાં જય રવિ પંડારામ ઉ.વ.24 રહે.છીરી રણછોડ નગર, મૂળચેન્નઈ, રોકી ઉર્ફે ક્રિષ્‍ણાકુમાર શાહ રહે.રણછોડ નગર છીરી, હનુમાન મંદિર પાસે, ત્રીજો પિયુષ પ્રતાપ સિંગ રહે.છીરી રણછોડનગરનો સમાવેશ થાય છે. પોલીસે અંગજડતી કરી ત્રણ મોબાઈલ કિંમત રૂા.36 હજાર તથા મોટર સાયકલ નં.જીજે 15 ઈજી 4990 મળી કુલ રૂા.1.18 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આરોપીઓ મોટર સાયકલના પેપર સુધ્‍ધા રજૂ કરી શક્‍યા નહોતા. ત્રણેયની અટક કરી પોલીસે જેલ ભેગા કર્યા હતા. આ કામગીરી પોસઈ ડી.કે. ત્રિપાઠી, પો.કો. હરીશ કમરૂલ, એલ.આર. પો.કો. કુલદિપ સિંહ, કિશોર ભવાનભાઈ, જયધિર સિંહ તથા હરેશ મંગાભાઈએ સુપેરે પાર પાડી હતી.

Related posts

ઉમરગામ તાલુકામાં માલધારી સમાજે ગોચરણ જમીનના મુદ્દે સરકાર સામે ચઢાવેલી બાય

vartmanpravah

દાનહમાં આરસેટી દ્વારા તાલીમમાં સફળ થનાર સીમા ભુસારાનું કલેક્ટર ભાનુ પ્રભાના હસ્તે કરાયેલું સન્માન

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિજેતા ભાજપના પાંચ ધારાસભ્‍યો પૈકી ભૂપેન્‍દ્ર પટેલની નવી કેબિનેટમાં બે સ્‍થાનની શક્‍યતા

vartmanpravah

રાજ્યના ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરગામ પાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ લાઈનની કામગીરીનું ખાતમુર્હુત કર્યું

vartmanpravah

ચૂંટણીને લઈ પાતલીયા ચેક પોસ્‍ટ ખાતે સંઘપ્રદેશમાંથી આવતા તમામ શંકાસ્‍પદ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું

vartmanpravah

વાપી ટાઉનમાં રાત્રે શટરોના તાળા ફંફોસતા બે સ્‍થળોથી બે ઇસમો પોલીસે ઝડપ્‍યા

vartmanpravah

Leave a Comment