July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે રેશનકાર્ડને આધાર નંબર સાથે સીડ કરાવી e -KYC કરાવી શકાશે

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૧: ભારત સરકાર દ્વારા સાચા લાભાર્થીઓની ઓળખ માટે લાભાર્થીઓના રેશનકાર્ડને આધાર નંબર સાથે સીડ કરી સાચા અને તે જ વ્યક્તિના આધાર નંબરો સીડ થાય તે માટે ૧૦૦% e-KYC કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ કામગીરી કરવામાં આવી રહી છે. e-KYC ની કામગીરી અરજદાર જાતે એપ્લિકેશન મારફતે પણ કરી શકે છે. આ ઉપરાંત અરજદારો ગ્રામ પંચાયત કચેરી ખાતે મારફતે આ કામગીરી પૂર્ણ કરી શકે છે. VCE ની કામગીરી માટે સરકારશ્રી દ્વારા ગ્રામ પંચાયત કચેરી ખાતે ઉપલબ્ધ સુવિધાનો વધુમાં વધુ લાભ લઈ ૧૦૦% e-KYC ની કામગીરી પૂર્ણ કરવા મામલતદાર વલસાડ (ગ્રામ્ય)એ જાહેર જનતાને અપીલ કરી છે.

Related posts

હર ઘર દસ્‍તક અંતર્ગત કોરોનાની ત્રીજી લહેરને લઈ પારડી ન.પા. એલર્ટ: નગરપાલિકા વિસ્‍તારમાં ઘરે ઘરે જઈ હાથ ધરેલું કોવિડ વિરોધી રસીકરણ અભિયાન

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સેલવાસમાં બે ઠેકાણે ગેરકાયદેસરના બાંધકામો તોડી પડાયા

vartmanpravah

દમણ-દાનહની તમામ ગ્રામ પંચાયતોમાં ‘મારી માટી મારો દેશ’ અંતર્ગત યોજાયા કાર્યક્રમો

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટની કામગીરીના કારણે ભીલાડથી સેલવાસ આવતા વાહનો માટે અપાયું ડાયવર્ઝન

vartmanpravah

દમણ જિલ્લા અને સેશન્‍સ કોર્ટનો શકવર્તી ચુકાદો,  પાંચ વર્ષ પહેલાં દમણની મહિલાના ઘરમાં ઘૂસીને સામૂહિક બળાત્‍કાર અને લૂંટના 2 આરોપીઓને 20-20 વર્ષની સખત કેદ અને રૂા.11-11 હજારનો દંડ

vartmanpravah

દાદરાની સાંઈનાથ પ્‍લાસ્‍ટિક કંપનીના કામદારે ન્‍યાય માટે લેબર ઓફીસમાં કરેલી ફરિયાદ

vartmanpravah

Leave a Comment