October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કર્મયોગી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિનને દાનહ અને દમણ-દીવમાં આનંદ-ઉત્‍સાહ અને ભાવપૂર્વક મનાવાયો

વિદ્યાર્થીઓને તિથિ ભોજન, સ્‍વચ્‍છતા પ્રહરીઓને અન્નદાન, દીર્ઘાયુ અને તંદુરસ્‍ત જીવન માટે મંદિરોમાં પૂજા-અર્ચના સહિતના કામો સાથે કેક કાપી લોકલાડીલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની સ્‍વયંભૂ કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ, તા.28
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાંઆનંદ-ઉત્‍સાહ અને ભાવપૂર્વક મનાવવામાં આવ્‍યો હતો. લોકોએ સ્‍વયંભૂ વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરી કર્મયોગી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની ઉજવણી કરી હતી.
સંઘપ્રદેશની તમામ પંચાયતોમાં વિદ્યાર્થીઓને તિથિભોજન સ્‍વરૂપે કેળા અને બીજી વાનગીનું વિતરણ કરાયું હતું. સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનોએ વિવિધ મંદિરોમાં પૂજા-અર્ચના કરી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના તંદુરસ્‍ત જીવન અને દીર્ઘાયુની કામના કરી હતી.
પંચાયત અને નગરપાલિકાના સ્‍વચ્‍છતા પ્રહરી કર્મીઓને અનાજના પેકેટ આપી તેમને સન્‍માનિત કરાયા હતા. કેક કાપી પ્રશાસકશ્રીના જન્‍મ દિવસને મનાવાયો હતો.

Related posts

વાપી રેલ્‍વે સ્‍ટેશન ઉપર સિંકદરાબાદ-રાજકોટ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ વડોદરાની મહિલાનું પર્સ ચોરાયું

vartmanpravah

સુરત અને અમદાવાદથી દીવમાટે વિમાની સેવાનો થયો પ્રારંભઃ પ્રવાસન અને વેપાર-ધંધાને મળનારૂં પ્રોત્‍સાહન

vartmanpravah

પારડીના મોટા વાઘછીપામાં એક જ રાત્રીએ ત્રણ જગ્‍યાએ ચોરી

vartmanpravah

નવી લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પાસ કરી શુભ શરૂઆત કરતું ભાજપ

vartmanpravah

સિલ્‍ધા ગામે કરજપાડા પ્રાથમિક શાળામાં શૌચાલય મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

વલસાડ લીલાપોરમાં 100 વર્ષ પૌરાણિક વડનું ઝાડ ધરાશાયી : વીજ ડીપી, ટેમ્‍પો અને દુકાન દબાયા

vartmanpravah

Leave a Comment