July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સરવૈયા નગરના રહિશો ખુલ્લા ટ્રાન્‍સફોર્મર અને ગંદકીના સામ્રાજ્‍યમાં જીંદગી જીવવા લાચાર

સ્‍માર્ટ સીટી અને સ્‍વચ્‍છતા અભિયાનની વાતો વચ્‍ચે
વાપી શહેરની વાસ્‍તવિકતા અલગ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપીમાં નગરપાલિકા દ્વારા હાલમાં તા.16 સપ્‍ટેમ્‍બરથી 31 સપ્‍ટેમ્‍બર સુધી સ્‍વચ્‍છતા પખવાડીયા જોર શોરથી પ્રારંભ થયો છે. પરંતુ સ્‍વચ્‍છતા અભિયાનની ડાઘ લાગે તેવી વાસ્‍તવિકત સ્‍થિતિ વાપીના અનેક વિસ્‍તારોમાં જોવા મળી છે. વાપી સ્‍થિત સરવૈયા નગરમાં ગંદકીનું સામ્રાજ્‍ય પથરાયેલું જોવા મળી રહ્યું છે. એ ઓછું હોય તેમ આ વિસ્‍તારમાં જીઈબીના ખુલ્લા જોખમી ટ્રાન્‍સફોર્મર પણ કાર્યરત છે તે મધ્‍યે સ્‍થાનિક નાગરિકો દોજખ જેવી સ્‍થિતિ વચ્‍ચે જીવવા લાચાર બની રહ્યા છે.
વાપી સરવૈયા નગર માત્ર ઉદાહરણ જ છે, બાકી અનેકો અનેકવિસ્‍તારમાં ગંદી ગટરો ઉભરાઈ રહી છે. સફાઈના નામે લાખોનો ખર્ચ થઈ રહ્યો છે. વાપી વાસીઓને સ્‍માર્ટ સીટી અને સ્‍વચ્‍છતા સર્વેક્ષણમાં વાહવાહી બતાવાઈ રહી છે પરંતુ નરી કડવી વાસ્‍તવિકતા જુદી છે. જેનું શ્રેષ્‍ઠ ઉદાહરણ સરવૈયા નગર છે. ઈમરાનનગર વિસ્‍તારમાં આવેલ આ રહેઠાણ વિસ્‍તારમાં ગંદકી જ ગંદકી પથરાયેલી છે. જીઈબીના જોખમી ટ્રાન્‍સફોર્મર ગમે તે ઘડીએ અકસ્‍માત સર્જી શકે તેવી સ્‍થિતિ વચ્‍ચે સ્‍થાનિક રહીશો જીંદગી જીવવા માટે લાચાર બની રહ્યા છે. પાલિકા હવે મહાનગર પાલિકા ભણી જઈ રહી છે પરંતુ જમીની હકિકતો રોડ, રસ્‍તા, સ્‍ટ્રીટ લાઈટ, સફાઈમાં કેવી અને કેટલી કામગીરી થશે તે જોવું રહ્યું.

Related posts

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરનો વિદ્યાર્થી જિલ્લા સ્‍તરની કરાટે સ્‍પર્ધામાં પ્રથમ આવ્‍યો

vartmanpravah

ભંગારની આડમાં રીક્ષા ટેમ્‍પોમાં દારૂ લઈ જતા બે ખેપિયા પારડી ચાર રસ્‍તા નજીકથી ઝડપાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ વધુ 2779 મતદારો ઉમેરાયા

vartmanpravah

કરમબેલાના ભાજપના યુવા નેતા આનંદ શાહે એમની ટીમે સાથે ધારાસભ્‍ય પાટકરની મુલાકાત કરી પાઠવેલા અભિનંદન અને મેળવેલા આશીર્વાદ

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દાનહ અને દમણ-દીવના લગભગ રૂા.4900 કરોડના વિકાસ પ્રોજેક્‍ટોનું ઉદ્‌ઘાટન અને ભૂમિપૂજન કરશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ બરકરાર: હવે સંઘપ્રદેશના આકાશને આંબતા વિકાસને કોઈ રોકી નહી શકે

vartmanpravah

Leave a Comment