16 ખાનગી કંપનીની 700થી વધુ જગ્યાઓ માટે ઈન્ટરવ્યુ યોજાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: જિલ્લા રોજગાર કચેરી વલસાડ અને જે. પી. પારડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડીનાં સંયુક્ત ઉપક્રમે તા.30/09/24ના રોજ સવારે 10-00 વાગ્યે જે. પી. પારડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડી ખાતે રોજગાર ભરતીમેળોનું આયોજન કરવામાં આવશે. ઔદ્યોગિક એકમો વિવિધ સંસ્થાઓ, વગેરેને તેમની જરૂરિયાત મુજબની ખાલી જગ્યાઓ સામે કુશળ/અકુશળ માનવબળ મળી રહે તેમજ રોજગારવાંચ્છુ ઉમેદવારોને તેમની લાયકાત અનુસાર પસંદગીની જગ્યાએ રોજગારી મળી રહે તેવા હેતુથી રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં 16 ખાનગી કંપનીઓની 700 કરતા પણ વધુ ખાલી જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ યોજાશે. રોજગારી મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અંગેના તમામ પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઈઝ ફોટો તેમજ આધારકાર્ડની ઝેરોક્ષ કોપી અને બાયોડેટા સાથે હાજર રહેવા વલસાડ રોજગાર અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.