October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી માણેકપોર ગામે વિન્ડ્‌સન કેમિકલ કંપનીમાં બોયલર સાફ સફાઈ કરવા આવેલ મજૂરનું દાઝી જતા સારવાર દરમ્યાન નિપજેલું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી તાલુકાના માણેકપોર ખાતે આવેલ વિન્‍ડ્‍સન કેમિકલ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં ગત તા.3-એપ્રિલના રોજ બોયલરની સાફ સફાઈ કરવા માટે દિનેશ રંગઇરામ ગૌતમ (હાલ રહે.વડાજલા દહેજ જી.ભરૂચ) (મૂળ રહે.પટખોલી ગામ પોસ્‍ટ પરિયત થાના બરસેથી તા.મણીયાહૂ જી.જોનપુર યુ.પી) આવ્‍યો હતો. દરમ્‍યાન 5-એપ્રિલની સાંજનાસાતેક વાગ્‍યાના સમયે સાફ સફાઈ દરમ્‍યાન બોયલરમાંથી ગરમ પાણી એકાએક ઉછળી દિનેશભાઈના શરીરના પાછળના ભાગે, હાથ તેમજ પેટના ભાગે ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલ ખાતે ખસેડાયો હતો. જ્‍યાં દિનેશભાઇ ગૌતમનું સારવાર દરમ્‍યાન શુક્રવારની બપોરના સમયે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગેની ફરિયાદ મરનારના પુત્ર અભયરાજ દિનેશકુમાર ગૌતમ (ઉ.વ.આ-22) (રહે.પટખોલી ગામ પોસ્‍ટ પરિયત થાના બરસેટી તા.મણીયાહૂ જી.જોનપુર યુ.પી) એ કરતા વધુ તપાસ પીએસઆઈ-એચ.એસ.પટેલ કરી રહ્યા છે.

Related posts

રોહિણાના આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષના ટર્મની યોજાયેલી છેલ્લી સામાન્‍ય સભા

vartmanpravah

બાળકોના કુપોષણને નાબૂદ કરવા સંઘપ્રદેશમાંથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણવાડા ગ્રા.પં.ની તમામ આંગણવાડીમાં નોંધાયેલા કુપોષિત બાળકોની જવાબદારી લેતા નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત

vartmanpravah

નાનીવહીયાળ હાઈસ્‍કૂલને પ્રથમવાર કેન્‍દ્ર ફળવાતા- કુલ 332 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

vartmanpravah

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજમાં ડીજીટલ માર્કેટીંગ પર સેમીનાર યોજાયો

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે ટોરેન્‍ટ પાવર દ્વારા દાનહ સહિત પ્રદેશમાં વીજ દરમાં કરેલા વધારા સામે દેશના ગૃહમંત્રી અને ઊર્જામંત્રીને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment