September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ આરપીએફ મેદાન પાસેનો બંધ કરેલો રસ્‍તો સાંસદ ધવલભાઈ પટેલએ તાત્‍કાલિક ખુલ્લો કરાવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વલસાડ આરપીએફ ગ્રાઉન્‍ડની સામે રેલવે યાર તરફ જતો રસ્‍તો રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો મુશ્‍કેલીમાં મુકાયા હતા. આ બાબતે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને જાણ થતા તેમણે તાત્‍કાલિક આ રસ્‍તો ખુલ્લો કરાવા માટે રેલવેના અધિકારીઓને સૂચનાઓ આપતા 24 કલાકની અંદર આ માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્‍યો હતો. જેને લઈને આ માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકોને ભારે રાહત થઈ હતી. ત્‍યારે વલસાડ રેલવે વિભાગ દ્વારા કોઈને પણ જાણ કર્યા વિના આ માર્ગ બંધ દેતા આ માર્ગ પર પસારથતા સ્‍કૂલના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ તેમજ અધિકારીઓને આશરે દોઢથી બે કિલોમીટરનો વિસ્‍તાર ફરીને જવાની નોબત ઊભી થઈ હતી. અને નાના તેમજ મોટા વાહન ચાલકોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો. જેનાથી આ માર્ગનો ઉપયોગ કરતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. જ્‍યારે આ અંગેની જાણ લોકસભાના દંડક અને વલસાડ – ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને થતાની સાથે જ ગણતરીના કલાકોમાં આ માર્ગ ખુલ્લો કરવાની સૂચના રેલવે વિભાગના અધિકારીઓને આપી હતી. અને માર્ગ ખુલ્લો કરાવ્‍યો હતો. આ કામગીરી સમયે સ્‍થળ પર રેલવે સ્‍ટેશન સલાહકાર સમિતિના સભ્‍ય અમિશભાઈ પટેલ, ભાજપના કાર્યકર્તા આશિષભાઈ દેસાઈ, ભાજપ કાર્યકર્તા સુનિલભાઈ કવો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી.મોર્ચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલે દમણ ખાતે ક્ષેત્રિય પંચાયત પરિષદમાં ઉપસ્‍થિત રહેલા ભાજપના રાષ્‍ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષ સાથે કરેલી પ્રાસંગિક મુલાકાત.

vartmanpravah

કોસંબા માછીવાડરણછોડરાયજી મંદિરે શુક્રવારે મધરાતે ક્રળષ્‍ણ જન્‍મોત્‍સવ

vartmanpravah

દમણ જિલ્લા સહકારી ભંડારે આનંદ-ઉત્‍સાહ અને ઉમંગ સાથે 62મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલા સ્‍વાગત કાર્યક્રમમાં 33 પૈકી 30 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

ચીખલીમાં સ્‍વામિનારાયણ સંપ્રદાય દ્વારા તિથલ મંદિરના રજત જયંતિ મહોત્‍સવ નિમિત્તે અક્ષર પુરુષોત્તમ વધામણાની યોજાયેલ નગરયાત્રા

vartmanpravah

વાપી નગરપાલિકાના સફાઈ અભિયાનનો છેદ ઉડયો: જુનુ શાકમાર્કેટ ગટરના પાણીમાં તરબોળ

vartmanpravah

Leave a Comment