Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં સ્‍વામિનારાયણ સંપ્રદાય દ્વારા તિથલ મંદિરના રજત જયંતિ મહોત્‍સવ નિમિત્તે અક્ષર પુરુષોત્તમ વધામણાની યોજાયેલ નગરયાત્રા

ભજનોની રમઝટ સાથે નીકળેલી નગરયાત્રાનું ઠેરઠેર ભવ્ય સ્વાગત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.24: બીએપીએસ સ્‍વામિનારાયણ દ્વારા આયોજિત તિથલ મંદિરના રજત જયંતી મહોત્‍સવ નિમિત્તે અક્ષર પુરુષોત્તમ વધામણાની નગર યાત્રાનું પ્રસ્‍થાન ચીખલી કોલેજની સંસ્‍થાનાં મેનેજીંગ ટ્રસ્‍ટી દર્શનભાઈ દેસાઈ, કોઠારી સ્‍વામી, દિવ્‍ય સાગર સ્‍વામી, તપોનિધિ સ્‍વામીએ શ્રીફળ વધેરી કરાવ્‍યું હતું. ચીખલી ક્ષેત્રના નિર્દેષક કમલેશભાઇ પટેલની આગેવાનીમાં યોજાયેલી આ નગરયાત્રામાં સાતસો થી વધુ હરિભક્‍તો જોડાયા હતા. ભજનોની રમઝટ સાથે નીકળેલી નગરયાત્રામાં અનેક હરિભક્‍તોના રંગમાં રંગાયા હતા.
બગલાદેવ મંદિર, હાઈવે ચાર રસ્‍તાથી રામનગર સ્‍વામિનારાયણ સુધીના ત્રણેક કિમિના રૂટમાં નગરયાત્રાનું કોળી સમાજના પૂર્વ પ્રમુખકિશોરભાઈ, એડવોકેટ ચેતનભાઇ દેસાઈ, ગણદેવી સુગરના ડિરેકટર નટુભાઈ સોલધરા, સમરોલીના મંગુભાઈ, વિશ્વ હિન્‍દુ પરિષદ, બજરંગ દળના હોદ્દેદારો સહિતનાઓ દ્વારા ઠેરઠેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ દરમ્‍યાન વિવિક સ્‍વરૂપ સ્‍વામિએ આશિવર્ચન આપતા જણાવ્‍યું હતું કે વર્ષ 1907માં બોચાસણ ખાતે બીએપીએસ સંસ્‍થાના પાયા નાંખવામાં આવ્‍યો હતો અને વર્ષોથી સંસ્‍થા સામાજિક, ધાર્મિક સેવાના કાર્યો કરી રહી છે. સાથે તેમણે બીએપીએસ સ્‍વામિનારાયણ સંપ્રદાયનો મુખ્‍ય અક્ષર પુરુષોત્તમ સિધ્‍ધાંત વિશે જણાવ્‍યું હતું.

Related posts

વિલ્સન હીલ ખાતે આયોજિત મોન્સુન ફેસ્ટીવલમાં રાષ્ટ્રીય લોકસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ, ખાતે ‘‘લાઈબ્રેરી અવેરનેસ સ્‍પર્ધા” યોજાઈ

vartmanpravah

સેલવાસના મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા નિકળેલી કાવડ યાત્રા

vartmanpravah

વાપી મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

vartmanpravah

176- ગણદેવી વિધાનસભામાં 199પ થી ભાજપના ગઢમાં ત્રિપાંખિયા જંગમાં ફરી એકવાર ભાજપ કમળ ખીલાવે તેવી લોક ચર્ચા

vartmanpravah

સેલવાસ ડિસ્‍ટ્રિક્‍ટ સેશન કોર્ટનો ચુકાદો સેલવાસમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્‍કૃત્‍ય કરનાર આરોપીને 20 વર્ષની કઠોર જેલ

vartmanpravah

Leave a Comment