December 1, 2025
Vartman Pravah
Other

ચીખલીના ફડવેલની હાઈસ્‍કૂલમાં આરોગ્‍ય શાખા દ્વારા ટોબેકો સેમિનાર સાથે જનજાગૃતિ રેલી યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.24: ટોબેકો ફ્રી યુથ ચેમ્‍પિયન 2.0 અંતર્ગત આરોગ્‍ય શાખા દ્વારા ફડવેલની એચ.ડી સાર્વજનિક હાઈસ્‍કૂલમાં યોજાયેલા સેમિનારમાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલના બ્રિજલબેન ટંડેલ તથા ફડવેલ પીએચસીની ટીમ દ્વારા તમાકુથી આરોગ્‍ય પર થતી ઘાતક અસર તેમજ તમાકુ-સિગરેટ વિરોધી એક્‍ટ-2003ની જોગવાઈનું સખત અમલીકરણ કરવામાં આવે તથા તમાકુના સેવનથી થતા નુકસાન અંગે ઉપસ્‍થિત વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.
આ દરમ્‍યાનયોજવામાં આવેલી વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં જય પટેલ, રાધા પટેલ અને આયુષી પટેલને ઈનામ કીટ આપવામાં આવી હતી. આ સેમિનારના અંતમાં લોક જાગૃતિ માટે તમાકુથી થતા નુકસાનીના સૂત્રો સાથે વિશાળ રેલી યોજવામાં આવતા તેમાં શાળાના શિક્ષકો ઉપરાંત તાલુકા સભ્‍ય મહેશભાઈ, સરપંચ પતિ હરીશભાઈ સહિતના આગેવાનો જોડાયા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફડવેલ પીએચસીના સુપરવાઈઝર અરૂણભાઈ અને તેમની ટીમ દ્વારા કરાયું હતું.

Related posts

તુલીપ હોટલ કાંડની ઘટનાથી ભાજપની પ્રતિષ્‍ઠાખરડાતા દીવ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિપિન શાહ 6 વર્ષ માટે ભાજપના પ્રાથમિક સભ્‍યપદેથી સસ્‍પેન્‍ડ

vartmanpravah

રાજભાષા વિભાગ દમણ દ્વારા આયોજીત ‘હિન્‍દી પખવાડા’ની વિવિધ સ્‍પર્ધાઓમાં વાત્‍સલ્‍ય સ્‍કૂલ, મોટી દમણનો વાગેલો ડંકો

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024 સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં લોક જનશક્‍તિ પાર્ટી(લોજપા)એ ભાજપને જાહેર કરેલું સમર્થન

vartmanpravah

દાનહમાં દમણગંગા કિનારે તથા ગામડાઓમાં નહેર કાંઠે અસ્‍તાંચળના સૂર્યને અર્ઘ્‍ય આપી છઠ્ઠ મહાપર્વ નિમિત્તે ઉત્તર ભારતીયોએ કરેલું પૂજન-અર્ચન

vartmanpravah

દાનહના ખાનવેલ વિસ્‍તારમાં બે ઇંચથી વધુ વરસાદઃ સાકરતોડ નદીમાં આવેલો ઘોડાપૂર

vartmanpravah

દાનહઃ સાયલીની આલોક ગારમેન્‍ટ કંપનીના સુપરવાઇઝર પર કર્મચારીએ પગાર બાબતે ચપ્‍પુ વડે કરેલો હુમલો

vartmanpravah

Leave a Comment