(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.03
દાદરા નગર હવેલી વન વિભાગની ટીમ ફરજ ઉપર હાજર હતી તે દરમ્યાન ઉમરકુઈ ગામેથી વગર પાસ પરમીટના જલાઉ લાકડા ભરેલ ટેમ્પો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર વનવિભાગના બીટ ઓફિસર તેજસ પટેલ, સતીશ પ્રજાપતિ, રાઉન્ડ ફોરેસ્ટર રમેશ પટેલ અને આરએફઓ કિરણસિંહ પરમાર પેટ્રોલિંગ દરમ્યાન ઉંમરકુઇ પટેલપાડામા ટાટા ગાડી નંબર ડીએન 09 એચ 9130માં જલાઉ લાકડા ભરી લઈ જતા ઉમરકુઈ હુંહતામાકી ઇન્ડિયા લિમિટેડ નજીક સોનજી લાડક મોહનકરને ઝડપી લેવામાં આવ્યો હતો. જેની સામે વનવિભાગ દ્વારા ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ 1927ની કલમ 41, 2(બી)અને ડીએનએચ ફોરેસ્ટ રૂલ 1984ની કલમ 8 તથા ડીએનએચ ફોરેસ્ટ રૂલ્સ 1966ની કલમ 11 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાંઆવી છે.
Previous post