October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના કલસર ગામે ચોકી ફળિયા ખાતે થયેલા કાર અને બાઈકની અકસ્‍માતની ફરીયાદ નોંધાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.25: ધરમપુરના ઓઝરપાડા ગામના માસ્‍તર ફળિયામાં રહેતો અને ત્‍ઝગ્‍ત્‍ બેંક વાપી ખાતે કલેક્‍શનનું કામ કરતો વિપુલભાઈ સુરેશભાઈ પટેલ ઉવ 38 જે ગત તા 4 સપ્‍ટેમ્‍બરના રોજ પારડીના કલસર ગામે ચોકી ફળિયા ખાતે આવેલા માછલી ઘરની સામેના માર્ગથી બાઈક પર પસાર થઈ રહ્યો હતો. ત્‍યારે રાતે સાડા અગિયાર વાગ્‍યાની આસપાસ દમણ તરફથી પૂરપાટ ઝડપે આવતી એક કારે વિપુલભાઈની બાઇકને ટક્કર મારી હતી અને કાર ચાલક કાર લઈ ફરાર થઈ ગયો હતો જેમાં વિપુલભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત બનતા તેઓને પ્રથમ પારડી બાદ વધૂ સારવાર માટે સુરતની હોસ્‍પિટલ ખસેડાતા ત્‍યાં સારવાર દરમિયાન ગત તા.5 સપ્‍ટેમ્‍બરના સાંજે ચાર કલાકે મોત નીપજ્‍યું હતું જે તે દિવસે પરિવારે સુરત ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને જે બાદ ગત તા.24 સપ્‍ટેમ્‍બરના રોજ પોણા પાંચ વાગ્‍યે ભાગી છૂટેલા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જોકે આ અકસ્‍માતની ઘટના ત્‍યાં નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. જેમાં એક કાર ચાલકે ટક્કર માર્યા બાદ નિર્દયતા પૂર્વ ફરાર થતો કેદ થવા પામ્‍યો છે. જેના પાછળ આવેલા અન્‍ય વાહનો ચાલકો ઉભા રહી ઇજાગ્રસ્‍ત વિપુલભાઈના મદદે આવ્‍યા હતા જે સીસીટીવી ફૂટેજ આધારે અકસ્‍માત સર્જી ભાગી છૂટેલી કારની ઓળખ મેળવવાની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

દાનહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિપક પ્રધાને જર્જરિત રસ્તાઓના રીપેરીંગ માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરી

vartmanpravah

શ્રી વલ્લભઆશ્રમ શાળામાં ભક્‍તિભાવ પૂર્ણરીતે શ્રી કૃષ્‍ણનો જન્‍મોત્‍સવ જન્‍માષ્‍ટમીની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ પારનેરા ગામમાં દિપડાની હાજરી યથાવત: એક ગાયનું મારણ કર્યું ગામમાં ભયનો માહોલ

vartmanpravah

નાની દમણના દેવકા રોડ ઉપર હોટલ સેન્‍ડી રિસોર્ટ પાસે સ્‍કૂટરને અડફેટમાં લઈ અકસ્‍માત કરનાર ગાડી ચાલકની દમણ પોલીસે સુરતથી કરેલી ધરપકડ

vartmanpravah

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૪ કરોડના ખર્ચે તૈયાર પારડી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયુ

vartmanpravah

ઉમરસાડી માંગેલાવડની પરણિતા બે બાળકો સાથે ગુમ

vartmanpravah

Leave a Comment