October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી નેશનલ હાઈવે સ્‍થિત રોહિત ખાડીના બે પુલ વચ્‍ચેના ખાડામાં કન્‍ટેનર ખાબકયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.25: કન્‍ટેનર નંબર જીજે 15 એવી 2176નો ચાલક સંતોષ લાછન ગોળ રહે.ઉમરગામ બુધવારના રોજ સુરતથી કન્‍ટેનર લઈ ઉમરગામ જવા માટે નીકળ્‍યો હતો ત્‍યારે વહેલી સવારે 06:30 વાગ્‍યાની આસપાસ પારડી નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા રોહિત ખાડી પુલ પાસે કન્‍ટેનર ચાલકે કાબુ ગુમાવ્‍યો હતો. કન્‍ટેનર ખાડીના પુલના વચ્‍ચે આવેલા ખાડામાં ખાબકી ગયું હતું. અને જે બાદ પુલ નીચે પટકાતા કન્‍ટેનર માંડ માંડ બચ્‍યું હતું. અકસ્‍માત બાદ ચાલક ભારે જહેમતે જીવ જોખમે કેબિનમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. આ અકસ્‍માતની જાણ થતા પારડી પોલીસ ઘટના સ્‍થળે પહોંચીગઈ હતી અને ઘટના સ્‍થળે બે થી વધુ ક્રેન મંગાવી અકસ્‍માત થયેલા કન્‍ટેનરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

Related posts

દાનહના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah

મોરાઈ સરપંચ લાંચ પ્રકરણમાં એસીબીમાં ફરિયાદ કરનાર ફરિયાદી સુરક્ષિત નથી : મળી રહી છે ધમકીઓ

vartmanpravah

ચીખલી કોલેજમાં 36મી નેશનલ ગેમ્‍સ અવેરનેસ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉદવાડા ગામના મજનુને શબક શીખવાડતી પારડી પોલીસ

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામ-રાબડા ખાતે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી કરાશે 

vartmanpravah

વાપી આનંદનગર સ્‍વામિનારાયણમાં પાટોત્‍સવ ઉજવાયો

vartmanpravah

Leave a Comment