October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં ગુજરાત વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાના અધ્‍યક્ષ સ્‍થાને જનમંચ કાર્યક્રમ યોજાયો

લોકો દ્વારા આપવામાં આવેલ પ્રશ્નોને સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપતા અમિત ચાવડા

ઉપરથી સાથ સહકાર મળે તો પારડી નગરપાલિકા જીતવાની ખાતરી આપતા કોંગ્રેસ શહેર પ્રમુખ બીપીન પટેલ

પારડી શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે જસ સુરેશ રાણા અને ઉપપ્રમુખ તરીકે રૂપાલી એચ. રાઠોડની વરણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.25: સમગ્ર ગુજરાત રાજ્‍યમાં કોંગ્રેસ દ્વારા ચાલી રહેલ જનમંચ કાર્યક્રમ અંતર્ગત 70 જેટલા જિલ્લાઓમાં કાર્યક્રમ આપ્‍યા બાદ આજરોજ ગુજરાત રાજ્‍યના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા વલસાડ જિલ્લાના પારડી ખાતે પધાર્યા હતા.
પારડી હાઇવે સ્‍થિત ધીરુભાઈ સત્‍સંગ હોલ ખાતે રાખવામાં આવેલ વલસાડ જિલ્લાના આ જનમંચ કાર્યક્રમમાં વલસાડ, પારડી અને વાપીના અનેક કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી પોતાના વિસ્‍તારના અનેક પ્રશ્નોની રજૂઆત વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને મૌખિક તથા લેખિતમાં કરી હતી. અમિતભાઈએ પણ આ પ્રશ્નને સરકાર સુધી પહોંચાડી ન્‍યાય અપાવવાની ખાતરી લોકો સમક્ષ કરી હતી.
દીપ પ્રાગટય કરી સૌપ્રથમ ઉપસ્‍થિત લોકોના પ્રશ્નોની રજૂઆત થતા પારડી રેલવે સ્‍ટેશનની વર્ષો જૂની પૂર્વમાં ટિકિટબારી નહિ હોવાની સમસ્‍યા, આદિવાસી વિદ્યાર્થીઓના અભ્‍યાસ દરમિયાન ફ્રી શીપ કાર્ડની સમસ્‍યા, કંપનીઓ દ્વારા છોડવામાં આવતા ઝેરી કેમિકલને લઇ ફળદ્રૂપ જમીનો ખરાબ થઈ જવાની સમસ્‍યા, સરકાર દ્વારા કરવામાં આવેલ રી સર્વેમાં બનાવવામાં આવેલ જમીનના ખોટા નકશાઓની સમસ્‍યા, પાવર પ્રોજેક્‍ટની સમસ્‍યા, પારડીમાં ડમ્‍પીંગ સાઈડની સમસ્‍યા, વાપીના રોડની સમસ્‍યા, પારડી પાલિકામાં પヘમિ વિભાગમાં પાણીની સમસ્‍યા તથા આવાસો માટે ફાળવવામાં આવેલ જમીનની સમસ્‍યા જેવા અનેકવિધ પ્રશ્નોની રજૂઆત વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને મૌખિક તથા લેખિતમાં અનેક કાર્યકર્તા દ્વારા કરવામાં આવી હતી.
લોકો દ્વારા કરવામાં આવેલ તમામ પ્રશ્નોને ખૂબ જ શાંતિથી સાંભળી તમામ પ્રશ્નોની કોપી લેખિતમાં લઈ આ પ્રશ્ન જે તે ખાતાકીય તથા સરકારમાં રજૂ કરવાની ખાતરી અમિતભાઈ ચાવડાએ આપી હતી.
ત્‍યારબાદ વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકામાં ટુંક જ સમયમાં આવી રહેલ ચૂંટણી અંગે તેઓએ જણાવ્‍યું હતું કે હવે પ્રજા ભાજપના રાજથી કંટાળી જઈ ત્રાહીઆમ પોકારી ગઈ છે આપણે ફક્‍ત દરેક નગરપાલિકા વોર્ડમાં જઈ આવી જ રીતે જનમચનો કાર્યક્રમ રાખી લોકોના પ્રશ્નો સાંભળી લોકોના જવાબ આપી એમને બોલતા કરવાના કરી જાગૃત કરવાના છે જેને લઈ આ વખતેનગરપાલિકાઓમાં કોંગ્રેસ જીતશે એવું જણાવ્‍યું હતું.
પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ બીપીનભાઈ પટેલે અમિતભાઈને પારડી નગરપાલિકામાં ભાજપના શાસનમાં અનેક પ્રશ્નો સામે વિરોધ નોંધાવી પારડીમાં થતા ભ્રષ્ટાચારને રોકયો હોવાનું જણાવી પારડી નગરપાલિકામાં ભાજપના શાસન સામે કરેલ વિરોધનો ચિતાર આપ્‍યો હતો. સાથે સાથે તેમણે મંચ પરથી કોંગ્રેસના હોદ્દેદારો જ કોંગ્રેસને હરાવી હોવાનો ખુલ્લેઆમ આક્ષેપ કર્યો હતો અને જો ઉપરથી સાથ સહકાર મળે તો સો ટકા આવી રહેલ નગરપાલિકામાં કોંગ્રેસની સરકાર રચાશે હોવાનું જણાવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં પારડી શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે જસ સુરેશ રાણા અને ઉપપ્રમુખ તરીકે રૂપાલી એચ. રાઠોડની વરણી કરવામાં આવી હતી.
આજના આ જનમંચના જનસભાથી વિધાનસભા સુધીના કાર્યક્રમમાં ગુજરાત રાજ્‍યના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, વાંસદાના ધારાસભ્‍ય અનંતભાઈ પટેલ, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, પ્રભારી સંજય પટવા, માજી સાંસદ કિશન પટેલ, મિલનભાઈ પટેલ, પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ બીપીનભાઈ પટેલ, મહામંત્રી કપિલ હળપતિ, પ્રકાશભાઈ પટેલ, ભોલાભાઈ પટેલ, મેહુલભાઈ વશી, ખંડુભાઈ, નિમેષભાઈ વસી, સતિષભાઈ, નરેશભાઈ, જીતુભાઈ ભંડારી, સુરેશભાઈ રાણા,ધર્મેશ હળપતિ, જે. કે. પટેલ, ધનસુખભાઈ, આશાબેન દુબે, કુંજાલીબેન, ધર્મિષ્ઠાબેન, જીનલબેન, તારાબેન, મીરાબેન, જસ રાણા અને રૂપાલી રાઠોડ સહિત અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.
—-

Related posts

દીવના નાગવા બીચ ખાતે ફાયર બ્રિગેડનું એક પેટા મથક બનાવવું ખાસ આવશ્‍યક

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરો વસુલાતનું અભિયાન તેજ કર્યું

vartmanpravah

શિવ શિવા રેસીડેન્‍સી છરવાડા રામવાડી ખાતે આઠમના દિને માતાજીનો યજ્ઞ કરાયો

vartmanpravah

રોફેલ ટ્રસ્‍ટ સંચાલિત રોફેલ ફાર્મસી કોલેજના શિક્ષણમાં વધુ એક મોર પંખ ઉમેરાયું : કોલેજને NAAC B++ ગ્રેડ મળ્‍યો

vartmanpravah

ચીખલી સાદડવેલ ગામે શેરડીના ખેતરમાંથી મૃત હાલતમાં દિપડો મળી આવ્યો

vartmanpravah

ચીખલી-વાંસદા કોંગ્રેસના ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલા અંગે ચીખલી કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

vartmanpravah

Leave a Comment