(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા. 13 : 1987 બેચના પૂર્વ આઈ.એ.એસ.અધિકારી અને પૂર્વ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના પૂર્વ સચિવ શ્રી સુધાંશુ પાંડેની કેન્દ્ર શાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર, લક્ષદ્વીપ અને દાદરા નગર હવેલીના ઈલેક્શન કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ શ્રી નરેન્દ્ર કુમારના અનુગામી બન્યા છે.