Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘સફાઇ મિત્ર સુરક્ષા’ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.26: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિદેર્શ અને કુશળ માર્ગદર્શનમાં સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટીની અધ્‍યક્ષતામાં અને ચીફ ઓફિસર શ્રી સંગ્રામસિંહ શિંદેના ખાસ ઉપસ્‍થિતિમાં નેતૃત્‍વમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા મિશન-2024′, ‘સ્‍વભાવ સ્‍વચ્‍છતા’, ‘સંસ્‍કાર સ્‍વચ્‍છતા મિશન’ અંતર્ગત નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્‍યો હતો. જેના અંતર્ગત નગરપાલિકા પરિસર ખાતે ‘સફાઇ મિત્ર સુરક્ષા’ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે સ્‍વચ્‍છતા કર્મચારીઓ અને સુપરવાઇઝરોના આરોગ્‍યની તપાસ કરવામાં આવી હતી. સાથે સાથે સી.એસ.આર. અંતર્ગત સ્‍વચ્‍છતા કર્મચારીઓ માટે ગ્રુપ એક્‍સિડન્‍ટ ગાર્ડ પોલીસીનો લાભ પણ આપવામાં આવ્‍યો હતો. ગ્રુપ એક્‍સિડન્‍ટ ગાર્ડ પોલીસી એ એક વ્‍યાપક વીમા કવચ છે. જે કોઈપણ અકસ્‍માતની ઘટના કે દુર્ઘટના બાદ સુરક્ષા આપેછે. આ પોલીસી અંતર્ગત દુર્ઘટનામાં થતા નુકસાનને ઓછો કરવા માટે કેટલાક પ્રકારના લાભ મળે છે. આ પોલીસી અંતર્ગત 499 રૂપિયા વર્ષના પ્રીમિયમ પર દસ લાખ રૂપિયાનું વીમા કવચ મળે છે. આ પોલીસીમાં દુર્ઘટનાથી થતુ મોત, સ્‍થાયી અથવા આંશિક વિકલાંગતા, અંગ વિચ્‍છેદ અથવા પેરેલિસિસ જેવી સ્‍થિતિમાં વિમાનો લાભ મળે છે.
અત્રે આયોજીત‘સફાઈ મિત્ર સુરક્ષા’ શિબિરમાં નગરપાલિકાના વોર્ડ કાઉન્‍સિલરો, આરોગ્‍ય વિભાગના કર્મચારીઓની ટીમ સહિત નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

તિથલનો દરિયો બન્‍યો તોફાની : રવિવાર હોવાથી સહેલાણીઓની ઉમટેલી ભીડ બની ભયભીત

vartmanpravah

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવામાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી

vartmanpravah

દમણમાં આંતર શાળા બીચ વોલીબોલ અંડર-19(બોયઝ)ની સ્‍પર્ધામાં સાર્વજનિક વિદ્યાલય પ્રથમ ક્રમે આવી

vartmanpravah

તે સમયે દાનહના સત્તાધારી રાજકારણીઓએ થોડી શાણપણ વાપરી ખેડૂત માલિકોની ઉદ્યોગોમાં ભાગીદારી સુનિશ્ચિત કરી હોત તો આજે આદિવાસીઓની હાલતમાં જમીન-આસમાનનું અંતર આવ્‍યું હોત..!

vartmanpravah

દાનહઃ ગલોન્‍ડાના અથોલા ગામ ખાતે આવેલ અપાર ઈન્‍ડસ્‍ટ્રીઝને જિ.પં.એ પાઠવી કારણદર્શક નોટિસઃ કંપનીને શા માટે સીલ નહીં કરવી? તેના મંગાયા ઉત્તર

vartmanpravah

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજની 160 તેજસ્‍વી પ્રતિભાવોનું કરાયું સન્‍માન

vartmanpravah

Leave a Comment