March 27, 2023
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના દભાડ મહોલ્લાનો ધોરણ-10 માં અભ્‍યાસ કરતો વિદ્યાર્થી ગુમ થતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

ગુમ થયેલ વિદ્યાર્થીની સાયકલ મામલતદાર કચેરીના મુખ્‍ય દરવાજા પાસેથી મળી આવી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.20: પોલીસ મથકેતી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી નઈમખાન નુરખાન પઠાણ (રહે.નિશા કોમ્‍પ્‍લેક્ષ, દભાડ મહોલ્લો તા.ચીખલી) નો 14-વર્ષીય દીકરો જે ઈટાલીયા હાઈસ્‍કૂલમાં ધોરણ 10 માં અભ્‍યાસ કરે છે. આ વિદ્યાર્થીની માતાહાઈસ્‍કૂલમાં ક્‍લાસ ટીચરને મળવા જતા તેમનો છોકરો બે દિવસથી શાળામાં ન જતો હોવાનું માલુમ પડ્‍યું હતું. આ દીકરો સવારે રાબેતા મુજબ યુનિફોર્મ પહેરીને શાળાએ જવા નીકળી જતો હતો. આ દરમિયાન મંગળવારના રોજ પરિવારજનોએ શાળાએ ન જવાનું કારણ પૂછતા મિત્રના ઘરે ગયેલો હોવાનું જણાવ્‍યું હતું અને તેને શાળાએ જવા સમજાવતા બુધવારના રોજ પણ યુનિફોર્મ પહેરી દસેક વાગ્‍યાના અરસામાં સાયકલ પર શાળાએ જવા નીકળી ગયો હતો અને નોટબુક લેવા માટે માતા પાસેથી રૂા.100 અને મોબાઈલ ફોન પણ લઈ ગયો હતો. આ દરમિયાન અગિયારેક વાગ્‍યે ક્‍લાસ ટીચરે ફોન કરીને માતાને જણાવ્‍યું હતું કે તમારો દીકરો આજે પણ સ્‍કૂલ આવ્‍યો નથી. ત્‍યારબાદ શોધખોળ હાથ ધરતા સમરોલી વિજયનગર પાસે ફરતો હોવાનું જાણવા મળતા માતા પિતાએ તપાસ કરતા ત્‍યાં પણ મળી આવેલ નહીં. જોકે તેની સાયકલ વિજયનગરની બાજુમાં મામલતદાર કચેરીના દરવાજા પાસેથી મળી આવી હતી.
વિદ્યાર્થી સ્‍કૂલ બેગમાં એક જોડી કપડા પણ લઈ ગયો હતો અને તેણે યુનિફોર્મના કપડા બદલી નાખી બેગમાના મહેંદી જેવા રંગનો ફુલબાયનો શર્ટ અને ગ્રે રંગનો જીન્‍સ પેન્‍ટ પહેર્યો હતો તે ગુજરાતી અને હિન્‍દી ભાષા જાણતો હોવા સાથે રંગે ઘઉવર્ણ અને પાતળા બાંધવાનો છે.
પોલીસે અપહરણનો ગુનોનોંધી તપાસ પીએસઆઈ શકુંતલાબેન માલે હાથ ધરી છે.

Related posts

રવિવારે દાનહમાં 9, દમણમાં 10 અને દીવમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાની રોકેટ ગતિની રફતાર મંગળવારે 310 નવા કેસ : 1076 સક્રિય:  ત્રણ દિવસથી એવરેજ 300 કેસ નોંધાઈ રહ્યા છે142 દર્દી સાજા થયા

vartmanpravah

પારડીમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં રૂ.4.864 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 86.70 લાખના કામોનું લોકાર્પણ કરાયું

vartmanpravah

પારડી હાઈવે હોટલમાં રાત્રે પાર્ક કરેલ કેમિકલ ભરેલ કન્‍ટેનરમાં આગ લાગી

vartmanpravah

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ડાંગ) દ્વારા ફણસી અને કારેલાંની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

vartmanpravah

સેલવાસ દમણગંગા નદીના પુલ પરથી આધેડે ઝંપલાવ્‍યું

vartmanpravah

Leave a Comment