January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખડકીમાં ટુકવાડાથીᅠઈજાગ્રસ્‍તને લઈ જતી 108 નીᅠઅડફેટેᅠચઢયો રાહદારી: સાઈરનᅠવગાડતી જતી 108 સામે મોબાઈલ પર વાતો કરવાના ધ્‍યાનમાં રાહદારી આવી ચઢતા સર્જાયો અકસ્‍માત

૧૦૮ની અડફેટે ચઢેલ રાહદારી અને સારવાર માટે લઈ જઈ રહેલ બંનેના સારવાર દરમ્યાન મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: 108 એમ્‍બ્‍યુલન્‍સ ચોવીસ કલાક નિઃશુલ્‍ક સેવા આપી અત્‍યાર સુધીમાં લાખો લોકોને બચાવી ચૂકી છે.ᅠગંભીર હાલતનાᅠદર્દીઓને ઝડપથી સારવાર મળી રહે અને મહામૂલી માનવ જિંદગી બચાવી શકાય ના ઉમદા હેતુસર 108ની ટીમ હંમેશા પ્રયત્‍નશીલ રહેતી હોય છે. પરંતુ કયારેક 108 પણ અકસ્‍માતનો ભોગ બને છે.
ગત રોજ ટુકવાડાથી ગંભીર રીતે ઘાયલ દર્દીનેᅠસારવાર માટે લઈ જતી 108 ને ખડકી પાસે બેધ્‍યાનપણે હાઈવેᅠક્રોસ કરતો વ્‍યક્‍તિᅠમોબાઈલ પર વાતો કરતા કરતાં આવી જતાંᅠ108ની અડફેટે આવી ચઢયો હતો. જેને પણ 108 ટીમ સારવાર માટે લઈ ગઈ હતી પરંતુ ટુકવાડાનોᅠદર્દી અનેᅠઅડફેટે ચઢેલો બન્ને દર્દીનું મોત નીપજ્‍યુંᅠછે.ᅠ
બનાવની વિગતો મુજબ પારડીનાᅠપરિયા ખાતેᅠપારસી ફળિયામાં રહેતાᅠ મનહરભાઈ છીબુભાઈᅠકો. પટેલઉ.વ.ᅠ45 નુંᅠટુકવાડા ઓવરા ફળિયાના રોડ પરᅠબાઇક સ્‍લીપ થઈ વીજ પોલમાંᅠધડાકાભેર અથડાયું હતું. આ ગંભીર અકસ્‍માતમાં વીજ પોલ પણ ધરાસઈ થઈ ગયો હતો અને બાઈક ચાલક મનહરભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્‍તᅠબનતા 108 એમ્‍બ્‍યુલન્‍સ સારવાર માટેᅠપારડી લઈᅠજઈ રહી હતી. આ દરમ્‍યાન ખડકી હાઈવેᅠહોટલ સ્‍વાગત આગળ સુરેશભાઈ ઠાકોરભાઈ ભરડીવાલા ઉવ 50 રહે.જૂના દીવા ભરૂચ અંકલેશ્વરᅠમોબાઈલ પર વાત કરતાં બેધ્‍યાન પણેᅠહાઈવે ક્રોસ કરતો હતો અને સાયરન વગાડી જતી 108ની અડફેટે ચઢીᅠગયા હતા. એક તરફ 108 માં ગંભીર હાલતમાં દર્દી હોય બીજી તરફ 108થી વ્‍યક્‍તિ ઘવાયો હોય જેથી 108નાᅠ ચાલકે એમ્‍બ્‍યુલન્‍સ ઉભી રાખી અડફેટે ચઢેલા દર્દીનેᅠપણ સારવાર અર્થે પારડી મોહન દયાળᅠહોસ્‍પિટલ લઈ ગઈ હતી પરંતુ બંને દર્દીઓનેᅠહોસ્‍પિટલનાᅠતબીબે મૃત જાહેર કર્યા હતા.ᅠત્‍યારે ગંભીર રીતે ઘાયલ ને સમયસર સારવાર અર્થે પહોંચાડવાના પ્રયત્‍નમાં થયેલ આ અકસ્‍માતમાં 108નીᅠભૂલ હતી કે નહી તે વિચાર માંગી લે છે.

Related posts

વલસાડ કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સ્થળોના વિકાસ સંદર્ભે પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

સરીગામ સીતારામ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટની પ્રશંસનીય શિક્ષણલક્ષી કામગીરીથી ગરીબ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં છવાયેલી ખુશી

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દાનહ અને દમણ-દીવ ભાજપના સક્રિય સદસ્‍યતા સમિતિના સંયોજક તરીકે નવિનભાઈ પટેલની કરાયેલી વરણી

vartmanpravah

એન. આર. અગ્રવાલજીની પુણ્‍યતિથિ નિમિતે સરીગામ અને વાપી ખાતે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ આયોજન કરાયું : 715 બોટલ રક્‍ત એકત્રિત કરી માનવસેવાનું રજૂ કરેલું દ્રષ્ટાંત

vartmanpravah

વલસાડના તિઘરા ગામમાં ખુંખાર દિપડો બકરાના શિકાર કરી રહ્યો છે છતાં વન વિભાગને પાંજરુ મુકવાની ફુરસદ નથી

vartmanpravah

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત દાનહના સુરંગી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment