(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.29: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિભાઈ ગોહિલની સીધી સૂચનાથી આખા ગુજરાત રાજ્યમાં દાહોદની દીકરી સાથે શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવેલ દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પારડી મુખ્ય ચાર રસ્તા ખાતે મૌન રેલી અને કેન્ડલ માર્ચ દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીના પરિવારના દુઃખમાં સહભાગી થવા એકત્રિત થયા હતા. ‘‘દુષ્કર્મના હત્યારાને ફાંસીથી ઓછી સજા નહીં” ની માંગ પારડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી દિનેશભાઈ ભાણાભાઈ પટેલ, જી.પી.સી.સી ઉપપ્રમુખ શ્રી કિશનભાઈ પટેલ, પારડી શેર કોંગ્રેસ પ્રમુખશ્રી બીપીનભાઈ મોહનભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ – કપિલભાઈ હળપતિ, જીતેન્દ્રભાઈ ભંડારી, ઉપપ્રમુખશ્રીઓ – મેહુલભાઈ શાહ, દિનેશભાઈ ભરતીયા, ધર્મેશભાઈ હળપતિ, ખજાનચી શ્રી સુરેશભાઈ પટેલ, સહજાનચી – ફખરુભાઈ ગોંડલવાલા, જાવેદભાઈ શેખ, ચેતનભાઈપટેલ, મહમદ ખેતી, વિપુલભાઈ પાનવાલા, જે.કે. પટેલ વિગેરે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતાં.