Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ચણવઈ ગામે નહેરના ગંદા પાણીમાં ટેમ્‍પો ભરીને શાકભાજી ધોવામાં આવી : સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા

ગ્રામજનોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરતા ચકચાર મચી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વલસાડ નજીક આવેલ ચણવઈ ગામમાંથી વહેતી ગંદી નહેરના પાણીમાં આજે ટેમ્‍પો ભરીને શાકભાજી ધોવામાં આવી રહેલા ગ્રામજનોએ ઘટનાનો વિડીયો વાયરલ કરતા ચકચાર મચી જવા પામી હતી.
ખાદ્ય પદાર્થોની ભેળશેળ કૃત્રિમ રીતે ઈન્‍જેકશન આપી ફળો પકવવાની ઘટનાઓ સતત બનતી રહે છે તેમાં વધુ એક ઘટના ઉમેરાઈ છે. વલસાડ ચણવઈ ગામે વહેતી ગંદી નહેર પાસે કેટલાક લોકો ટેમ્‍પો ભરીને શાકભાજી લઈને આવ્‍યા હતા. આ શાકભાજીને ગંદા પાણીથી ધોતા હતા તેની જાણ ગ્રામજનોને થતા જાગૃત ગ્રામજનોએ વિડીયો ઉતારી લીધો હતો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ સમગ્ર વિસ્‍તારમાં ચકચાર સાથે ફીટકાર શરૂ થઈ ગયો હતો. શાકભાજી ધોનારાઓમાં લોક ચર્ચા મુજબ સલમા, આદીલ, ફરહાન અને ઈસ્‍માઈલ નામના ઈસમો હતા. સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા કરનારાઓ સામે પગલા ભરવાની માંગ ઉઠી છે.

Related posts

સેલવાસ કોર્ટ દ્વારા આરોપીને દોષી ઠરાવ્‍યો

vartmanpravah

પાલઘર વાધવન બંદર કાર્યક્રમમાં વડાપ્રધાનની ઉપસ્‍થિતિને લઈ નેશનલ હાઈવે સાંજે 8 વાગ્‍યા સુધી બંધ રખાયો

vartmanpravah

શ્રી દીવ યુવા જાગૃતમાછીમાર ગૃપ દ્વારા અનોખી રીતે ઉજવાયો પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો જન્‍મ દિવસ

vartmanpravah

દાદરાની અમૂલ્‍યા એન્‍જિનિયર્સ કંપનીમાં કામ કરતા ઈસમને કંપનીના કામ અર્થે ભરૂચ કેમિકલ કંપનીમાં કા કરી પરત ફરતા થયું સ્‍કીન ઈન્‍ફેકશન

vartmanpravah

દાદરા નગર હવેલી વારલી સમાજ દ્વારા પ્રદેશમાં શિક્ષણની જાગૃતિ માટે મસાટ ખાતે યોજાયેલી બેઠક

vartmanpravah

રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવના સ્‍વયંસેવકો દ્વારા દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અને સંવિધાન દિવસ અંતર્ગત રંગોળી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment