-
જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્યક્ષની જવાબદારી મહત્ત્વની રહેતી હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોમાં પણ નવી આશા અને આકાંક્ષાનું સર્જન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09
દમણ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલની કરવામાં આવેલી નિયુક્તિથી ગ્રામ્ય વિસ્તારના લોકોમાં એક નવી આશા અને આકાંક્ષાનું સર્જન થયું છે. જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્યક્ષની જવાબદારી વિવિધ વિકાસના કામો માટે મહત્ત્વની ગણવામાં આવે છે.
શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલની ગણના એક અભ્યાસુ અને જમીન સાથે જોડાયેલા નેતા તરીકેની છે. તેઓ પ્રદેશમાં મહિલાઓને સ્વનિર્ભર બનવા પ્રેરિત કરી મહિલા સશક્તિકરણ માટે પ્રયાસરત રહ્યા છે. તેથી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે તેમની કરાયેલી નિયુક્તિથી દમણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં એક નવી આશાનો સંચાર થયો છે.