April 30, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓ.બેંકની મોટી દમણ શાખાના નવનિર્મિત મકાન અને નવા લોકર રૂમનો આરંભ

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓ.બેંકના એડમિનિસ્‍ટ્રેટર કરણજીત વાડોદરિયા દંપત્તિએ સજોડે પૂજા-અર્ચના સાથે કરાવેલી શરૂઆત
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 13
દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની મોટી દમણ શાખાના નવનિર્મિત મકાન અને નવા લોકર રૂમના આરંભ પ્રસંગે આજે મોટી દમણ શાખામાં પૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના એડમિનિસ્‍ટ્રેટર શ્રી કરણજીત વાડોદરિયા અને તેમના ધર્મપત્‍ની સાથે સજોડે બેસી પૂજાવિધિ સંપન્ન કરી હતી.
દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની મોટી દમણ શાખાનો આરંભ તા.15.05.1989ના રોજ ભાડાના મકાનમાં કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ 28મી ઓક્‍ટોબર, 2006ના રોજ બેંક દ્વારા પોતાની માલિકીનું મકાન ખરીદી સ્‍થળાંતર કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ બેંકની ઉત્તરોત્તર પ્રગતિ થતાં વધેલી જરૂરિયાત અને ઉત્તમ ગ્રાહક વર્ગની જાળવણી જેવા પરિબળોને ધ્‍યાનમાં લઈ સરકારશ્રી દ્વારા નિયુક્‍ત બેંકના એડમિનિસ્‍ટ્રેટર દ્વારા શાખાના નવીનિકરણની કામગીરી હાથ ધરી હતી. જે આજે પૂર્ણ થતાં બેંકના ગ્રાહકો અને શેર હોલ્‍ડરોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
છેલ્લા એકકરતા વધુ વર્ષથી બેંકનો વહીવટ સરકારશ્રી દ્વારા નિયુક્‍ત એડમિનિસ્‍ટ્રેટર શ્રી કરણજીત વાડોદરિયાએ સંભાળતા એમના કાર્યકાળ દરમિયાન થાપણવૃદ્ધિ, લોનવૃદ્ધિ, છેલ્લા 3 દાયકાથી પણ વધુ જૂની બાકી લેણાંની વસૂલાત તથા બેંકની નફાકારકતાને ઐતિહાસિક સ્‍તરે પહોંચાડવાનું ઉમદા કાર્ય પાર પડયું છે. આજે મોટી દમણ શાખામાં નવા લોકર રૂમનું પણ નિર્માણ કરવામાં આવતાં તે માનવંતા ગ્રાહકો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

Related posts

વાપી નજીક કરવડમાં ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા યુવાનનું ઘટના સ્‍થળે મોત

vartmanpravah

માત્ર 6 મહિનામાં સેલવાસની ફાસ્‍ટ ટ્રેક પોક્‍સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ સગીરા સાથેના બળાત્‍કારના ગુનામાં 20 વર્ષની કઠોર જેલ અને રૂા.15000નો દંડ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મોટી દમણ કિલ્લાની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણઃ કિલ્લા પરિસરની અંદર ઔર વધુ સૌંદર્યકરણ માટે અધિકારીઓને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

સરીગામમાં ધારાસભ્‍ય રમણભાઈ પાટકરનો ભવ્‍ય સત્‍કાર સમારંભ યોજાયો

vartmanpravah

દક્ષિણ ગુજરાતની ખાંડ મિલો 31મી માર્ચે શેરડીના ભાવ જાહેર કરશે : ખાંડ ઉદ્યોગ સંઘ

vartmanpravah

નાની દમણ મશાલચોકથી ધોબીતળાવ જંક્‍શન સુધીનો રસ્‍તો વાહન વ્‍યવહાર તથા અવર-જવર માટે બંધ

vartmanpravah

Leave a Comment