October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વરસાદે વિરામ લેતા નવરાત્રી આયોજકો અને ખેલૈયાઓનો ઉત્‍સાહ વધ્‍યો: ચીખલીમાં નવરાત્રી આયોજકોએ ગ્રાઉન્‍ડને આપ્‍યો આખરી ઓપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: માં જગદંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી અને નવરાત્રીમાં ગુજરાતીઓ મનમુકીને ગરબે ઘૂમતા હોય છે. નવરાત્રીના તહેવારને લઇ ગુજરાતીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા હોય છે. અને કેટલાક મહિના અગાઉથી તૈયારીઓ શરૂ કરી દેવાતી હોય છે. ત્‍યારે આ નવરાત્રી મહોત્‍સવને હવે ઘડીઓ ગણાઈ રહી છે. ત્‍યારે ચાલુ વર્ષે નવરાત્રી મહોત્‍સવને લઈ આયોજકો પણ ખેલૈયાઓને ગરબા રમવા માટે અનુરૂપ મેદાન તૈયાર કરવા કામે લાગ્‍યા હતા. તો સતત વરસતા વરસાદને લઇ આયોજકોને આ ગ્રાઉન્‍ડ તૈયાર કરવામાં થોડો વિલંબ થયો હતો. જોકે વરસાદે વિરામ લેતા આયોજકોએ યુધ્‍ધના ધોરણે નવરાત્રીની તૈયારી શરૂ કરી હતી. જેમાં ચીખલી ઈટાલીયા હાઈસ્‍કૂલ ગ્રાઉન્‍ડ ખાતે યોજાનાર નવરાત્રીના આયોજકો દ્વારા ગ્રાઉન્‍ડ, સ્‍ટેજ, લાઇટિંગ સહીતની તૈયારી પૂર્ણ કરી નવરાત્રીની તૈયારીને આખરી ઓપ આપી ખેલૈયાઓ માટે ગ્રાઉન્‍ડ તૈયાર કરી દેવામાં આવ્‍યું હતું.
ચીખલીમાં નવરાત્રી પર્વને લઈ આયોજકો દ્વારા ગ્રાઉન્‍ડને આખરી ઓપ આપ્‍યો હતો. સાથે જ ગ્રાઉન્‍ડમાં કોઈઅનિચ્‍છનીય બનાવ ન બને માટે ગ્રાઉન્‍ડમાં સીસીટીવી કેમેરા, મેડિકલ સુવિધા, ફાયર ફાઇટર, સીસીટીવી રેકોર્ડ રૂમ સાથે જ ગરબા ગ્રાઉન્‍ડમાં પોલીસ હેલ્‍પ ડેસ્‍ક બનાવી નિગરાણી રાખવામાં આવશે. સાથે આયોજકો દ્વારા વ્‍યસન મુક્‍તિ માટે મુહિમ ઉપાડવામાં આવી છે.

નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ઈનામોની વણઝારઃ અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ શૈલેષ પટેલ
અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ શૈલેષ પટેલ અને તેમની ટીમ દ્વારા આયોજિત મહાકાલ નવરાત્રીનું ઈટાલીયા હાઇસ્‍કૂલનું ગ્રાઉન્‍ડ તૈયાર થઈ ચૂકયું છે અને આ ગ્રાઉન્‍ડ તૈયાર કરવા માટે ખેલૈયાઓને કલાગુરૂઓ સાથે ચર્ચા કરીને ગ્રાઉન્‍ડ તૈયાર કરવામાં આવ્‍યું છે અને આગામી 10 દિવસ માટે ખેલૈયાઓને ઇનામોની વણઝાર કરવામાં આવનાર છે.

Related posts

ચૂંટણી પંચના રિપોર્ટ બાદ ઈનકમ ટેક્‍સ વિભાગનો દાનહમાં સપાટોઃ ભૂતિયા રાજકીય પક્ષને ફંડના મુદ્દે દેશના અલગ અલગ રાજ્‍યમાં દરોડા

vartmanpravah

દાનહ ઊંડાણના ગ્રામ્‍ય વિસ્‍તારના મહેશ ગાવિતને ભાજપે ઉમેદવાર બનાવતા વિજેતા બનાવવા થનગનાટ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ દમણ દ્વારા કપરાડાના મુળગામ, ગવટકા તથા ચાંદવેંગણના ગરીબ જરૂરિયાતમંદ લોકોને ધાબળા અને કપડાંનુ કરાયેલું વિતરણ

vartmanpravah

સી.એસ.આર. અંતર્ગત અને બાયફ ડેવલપમેન્‍ટ રિસર્ચ ફાઉન્‍ડેશનના સહયોગ દ્વારા દાનહના કરજગામમાં કંપની દ્વારા લિફટ ઈરીગેશન સિસ્‍ટમનું કરાયેલું લોકાર્પણ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના આરોગ્‍ય વિભાગ દ્વારા “રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસ”ની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

દીવ જિલ્લામાં આજથી કોરોના ગાઈડ લાઈન સાથે ફરીથી ધો.1 થી 8ની શાળાઓ અને આંગણવાડીનો થયો પ્રારંભ

vartmanpravah

Leave a Comment