January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નંદીગ્રામ ખાતે ચાલી રહેલી કુમાર સંસ્‍કાર શિબિરની પૂર્ણાહુતિ

લોહીમાં વધતી ભીની મીઠાશની ચિંતા માણસને થાય છે પણ જીભમાં વધતી તીખાશ નહીં: આચાર્ય યશોવર્મસુરિશ્વરજી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: મરચાની તીખાશે તો જીભ બાળી છે પણ જીભની તીખાસે તો જિંદગીઓ બાળી છે પણ અફસોસ છે માણસને લોહીમાં વધતી મીઠાશની ચિંતા થાય છે જીભમાં વધતી તીખાશ નહીં લોહીની મીઠાશ તો માત્ર એકને જ હેરાન કરશે પણ જીભની તીખાસ મહાભારત રચી હેરાન જ નહીં આખા પરિવારની હસ્‍તી ને નેસ્‍ત નાબૂદ કરી દીધી હતી.
મુંબઈ અમદાવાદ હાઈવે ટચ નંદીગ્રામ તીર્થે જૈન શાસનના મહાન આચાર્ય પૂજ્‍યપાદ ગુરુદેવ શ્રદ્ધે આચાર્ય ભગવાન શ્રી યશોવર્મસુરિશ્વરજી મહારાજાની પ્રભાવક નિશ્રામાં ચાલી રહેલી મુંબઈ, અમદાવાદ, સુરત, રાળ પટ્ટી મહારાષ્‍ટ્ર રાજસ્‍થાન ગુજરાતમાં ઊંમટેલી બાળકોની પાંચ દિવસીય ઐતિહાસિક કુમાર સંસ્‍કાર શિબિરની અત્‍યંત જાહોજલાલી સાથે પૂર્ણાહુતિ થઈ હતી અને અનેક ગામ નગર શહેરના ટ્રસ્‍ટીઓને બાળકોના વાલીઓ ગુરુ ભક્‍તોની ઉપસ્‍થિતિમાં સમાપન સમારંભ યોજાયો હતો. આચાર્ય મ.ને વિશાળ સંખ્‍યામાં સાધુ સાધ્‍વીજી મ. ના સાનિધ્‍યમાં રહેલી સવારથી બધા જ યુવાનોને બાલકુમારો દાદા શ્રી સીમંધર સ્‍વામીજીનાવિશાલ કાય જિનાલયમાં પૂજાના વષાોમાં અષ્ટ પ્રકારી પૂજાની વિધિને સાથે દરેક ક્ષેત્રનું જ્ઞાન અને મહત્‍વને જીવન ઉપયોગી સમજણ અપાય ને માણસથી લગાવી જૈનત્‍વના સંસ્‍કારને ખુમારીથી ભરી દેતા પ્રવચન અપાયું હતું.
જીવનનું મોરલ ટકાવી રાખવાની વાતો માતા-પિતાને દુઃખી ન કરવાના સંકલ્‍પ જબરજસ્‍ત થયેલા ઘડતરને પોતાના વક્‍તવ્‍યમાં શિબિરાર્થી બાળકોએ કહ્યું ત્‍યારે ઉમટેલા બાળકો ગદ ગત હૃદય ભીના નયનને ભાવિક બની પડ્‍યા હતા. જૈન શાસનની ભાવિ પેઢીના સંસ્‍કારના આ મહાયજ્ઞને આગલા વર્ષે ફરી પાછું ચાલુ રાખવા માટે જાહેરાત થતા લાભો લેવાયા હતા. મુખ્‍ય લાભાર્થી ગોલિયા પરિવાર સૌને ઈનામો આપ્‍યા હતા.
અંતમાં હિત શિક્ષા આપતા પૂ. ગુરુદેવશ્રીએ કહ્યું હતું કે, તમે રાષ્‍ટ્ર સંઘ સમાજને જીન શાસનની આન બાન ને શાન છો માટે તમારી શિબિરનું આયોજન થયું છે તે ભાવિના જવાબદારને સમજદારી બરાબર સમજીને લઈ જશો ને મહાન બની સેવા કરજો, ઘરને સાચવજો.

Related posts

દીવમાં તથા વણાકબારામાં નવા એસએચઓની નિયુક્‍તિ

vartmanpravah

ધરમપુરમાં હજારો આદિવાસીઓએ જિ.પં. તથા તા.પં.ના સભ્‍યોની મૈયત સાથે પ્રતિક ઠાઠડી કાઢી

vartmanpravah

સ્‍વાતંત્ર્ય સંગ્રામના ઘટકો

vartmanpravah

જર્જરિત મકાનના સ્‍થાને નવું મકાન બનાવવા મુખ્‍યમંત્રીને રજૂઆત કરવા છતાં હલ નહીં નીકળતાં બિલપુડી વનસેવા મહા વિદ્યાલયના વિદ્યાર્થીઓનું 36 કલાકથી મામલતદાર કચેરીએ ધરણાં-પ્રદર્શન

vartmanpravah

ચીન અને દુનિયામાં વધી રહેલ કોવિડ-19ના રોગીઓને લઈ દાનહ અને દમણ દીવનું આરોગ્‍ય વિભાગ સતર્કઃ આરોગ્‍ય સચિવ ડો. તપસ્‍યા રાઘવે વિભાગના અધિકારીઓ સાથે કરેલું ચિંતન-મનન

vartmanpravah

જિલ્લા ટર્ન આઉટ ઈમ્‍પ્‍લિટેશન પ્‍લાનના નોડલ અધિકારી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષસ્‍થાને સોશિયલ મિડીયા ઈન્‍ફલુએન્‍ઝર મિટ યોજાઈ

vartmanpravah

Leave a Comment