(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: માં જગદંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી અને નવરાત્રીમાં ગુજરાતીઓ મનમુકીને ગરબે ઘૂમતા હોય છે. નવરાત્રીના તહેવારને લઇ ગુજરાતીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા હોય છે. અને કેટલાક મહિના અગાઉથી તૈયારીઓ શરૂ કરી દેવાતી હોય છે. ત્યારે આ નવરાત્રી મહોત્સવને હવે ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ચાલુ વર્ષે નવરાત્રી મહોત્સવને લઈ આયોજકો પણ ખેલૈયાઓને ગરબા રમવા માટે અનુરૂપ મેદાન તૈયાર કરવા કામે લાગ્યા હતા. તો સતત વરસતા વરસાદને લઇ આયોજકોને આ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં થોડો વિલંબ થયો હતો. જોકે વરસાદે વિરામ લેતા આયોજકોએ યુધ્ધના ધોરણે નવરાત્રીની તૈયારી શરૂ કરી હતી. જેમાં ચીખલી ઈટાલીયા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર નવરાત્રીના આયોજકો દ્વારા ગ્રાઉન્ડ, સ્ટેજ, લાઇટિંગ સહીતની તૈયારી પૂર્ણ કરી નવરાત્રીની તૈયારીને આખરી ઓપ આપી ખેલૈયાઓ માટે ગ્રાઉન્ડ તૈયાર કરી દેવામાં આવ્યું હતું.
ચીખલીમાં નવરાત્રી પર્વને લઈ આયોજકો દ્વારા ગ્રાઉન્ડને આખરી ઓપ આપ્યો હતો. સાથે જ ગ્રાઉન્ડમાં કોઈઅનિચ્છનીય બનાવ ન બને માટે ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરા, મેડિકલ સુવિધા, ફાયર ફાઇટર, સીસીટીવી રેકોર્ડ રૂમ સાથે જ ગરબા ગ્રાઉન્ડમાં પોલીસ હેલ્પ ડેસ્ક બનાવી નિગરાણી રાખવામાં આવશે. સાથે આયોજકો દ્વારા વ્યસન મુક્તિ માટે મુહિમ ઉપાડવામાં આવી છે.